ગુજરાત

gujarat

ETV Bharat / state

પરિવર્તન લાવવા માટે કોંગ્રેસના ઉમેદવારે વરઘોડાની જેમ રેલી કાઢી, લોકોનું ભારે સમર્થન - Anjar assembly seat

કચ્છની અંજાર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરની રેલીમાં લોકોનું (Anjar assembly seat) ભારે સમર્થન જોવા મળી રહ્યું હતું. રમેશ ડાંગરે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે જે મારા ઉપર (Congress rally in Anjar) વિશ્વાસ મૂકી અને મને જે ટિકિટ આપી છે. એ વિશ્વાસ હું કાયમ જાળવી રાખીશ. (Gujarat Assembly Election 2022)

પરિવર્તન લાવવા માટે કોંગ્રેસના ઉમેદવારે વરઘોડાની જેમ રેલી કાઢી, લોકોનું ભારે સમર્થન
પરિવર્તન લાવવા માટે કોંગ્રેસના ઉમેદવારે વરઘોડાની જેમ રેલી કાઢી, લોકોનું ભારે સમર્થન

By

Published : Nov 23, 2022, 11:21 AM IST

કચ્છ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે તમામ રાજકીય પક્ષો (Kutch assembly seat) મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અવનવી રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેને લઈને કચ્છની અંજાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરના પ્રચાર પ્રસારમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં આહીર પટ્ટીના વિવિધ ગામડાના લોકો તેમજ કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈને ડાંગરને સમર્થન આપ્યું હતું. (Congress rally in Anjar)

અંજાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરની વિશાળ રેલી

ભારે જનસમર્થન મળ્યાનો દાવો કોંગ્રેસ ઉમેદવાર રમેશ ડાંગરે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અંજાર મત વિસ્તારમાં પ્રચારના પડઘમ વચ્ચે આ બેઠક ઉપરના કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ દરમિયાન ભારે જનસમર્થન મળ્યું હોવાનો દાવો કરાયો છે. તો લોકો પણ હવે સરકારથી નારાજ છે અને એટલા બધા પ્રશ્નો અને સમસ્યા છે, ત્યારે પરિવર્તન ચોક્કસથી આવશે તેવું જણાવ્યું હતું. (assembly seat in Kutch)

વિશ્વાસ હું કાયમ જાળવી રાખીશકોંગ્રેસ ઉમેદવાર રમેશ ડાંગરે (Ramesh Dangar in Anjar) જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી આવી છે અને કોંગ્રેસ પક્ષે જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને જે ટિકિટ આપી છે. એ વિશ્વાસ હું કાયમ જાળવી રાખીશ અને જે જન પ્રતિસાદની વાત કરીએ તો અમે અત્યારે અંજાર તાલુકાના તમામ ગામો ફરી વળ્યા છે. બધે જગ્યાએ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ભુજ તાલુકાના પણ વધારે પૂરતા ગામનો પ્રવાસ થઈ ચૂક્યો છે. એટલે ગામડાઓમાં તો સારો એવો પ્રતિસાદ છે અને વાત મેઘપર અને સીટી અમે હજી કાલથી પ્રોગ્રામ એનો ચાલુ છે.

લોકો સમસ્યાઓથી પરેશાનઉમેદવારે જણાવ્યું હતું કે, મોંઘવારી બેરોજગારી અને જે ખેડૂતો માલધારીઓ બધા પરેશાન છે. એનો અમને વિશ્વાસ દેવરાવીને મત લેશું અને વિજય નિશ્ચિત છે. પ્રચાર પ્રસાર દરમિયાન આજે 27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી જ્યારે આજે અમે ગામડાઓમાં અને શહેર વિસ્તારોમાં જ્યારે પ્રવાસ દરમિયાન જતા અમારી પાસે પાણી, ગટર, રોડ રસ્તા બધાની સમસ્યાઓ છે, ત્યારે આજે ગરીબ માણસ બહુ હેરાન પરેશાન છે એના લીધે આજે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અંજારની વિધાનસભાની સર્વે જનતા અમને બહોળી સંખ્યામાં મત આપી અને વિજય બનાવશે.(Election campaign in Kutch)

લોકોએ મન મનાવી લીધુંપૂર્વ વિપક્ષી નેતા વી.કે.હુંબલે જણાવ્યુ હતું કે, લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને સરકારમાં ખૂબ આક્રોશ છે. 27 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. તો સરકારની સામે ખેડૂતોએ, યુવાનોએ, કર્મચારીઓ આંદોલનો કર્યા, રીટાયર આર્મી મેને પર આંદોલન કર્યા 35 જેટલા જુદા જુદા સંગઠનો સરકાર સામે નારાજગીના કારણે જ આંદોલન કર્યા છે. લોકોએ મન મનાવી લીધું છે કે આ અહંકારી અને અભિમાની સરકાર કોઈની વાત સાંભળવા તૈયાર નથી, ત્યારે આ વખતે ચોક્કસ પરિવર્તન થશે.(Anjar assembly seat)

4 5 બેઠકો કોંગ્રેસને આવે વી.કે.હુંબલે વધુમાં જણાવ્યુ હતું કે, આ અંજારની બેઠક પર પરિવર્તન થશે, કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટવાના છે. એવી રીતે સમગ્ર કચ્છમાં પણ જે 2002માં પરિવર્તન થયું હતું. તેનાથી પણ સારું વાતાવરણ લાગી રહ્યું છે, કચ્છમાં પણ 4 5 બેઠકો કોંગ્રેસને આવે અને ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવે તેવું લાગી રહ્યું છે. કારણ કે લોકો એટલા બધા આ સરકારથી નારાજ છે અને એટલા બધા પ્રશ્નો અને સમસ્યા છે જેનો એક જ ઉપાય છે માત્ર પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details