કચ્છ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે કચ્છની 6 વિધાનસભા બેઠકો પૈકીની અબડાસા વિધાનસભા બેઠક (Abdasa Assembly Candidate) કે જે સૌથી મોટી વિધાનસભા બેઠક છે. જેમાં 3 તાલુકા અને 460 જેટલા ગામોનો સમાવેશ થાય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક પર ગત ટર્મના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરીથી ટિકિટ આપીને રિપિટ કરવામાં આવ્યા છે, ત્યારે ETV Bharat સાથેની મુલાકાત દરમિયાન પ્રદ્યુમનસિંહ જાડેજાએ શું કહ્યું જાણો. (Abdasa assembly seat)
સવાલ પક્ષે ફરીથી આપના પર વિશ્વાસ મૂકીને ચૂંટણી લડવાની તક આપી છે, કેવો ઉત્સાહ છે?
જવાબ ભાજપે ફરી મારા પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે. તો પ્રજાને ધ્યાનમાં છે કે, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે જે જે કાર્ય કર્યા છે. કોઈપણ જ્ઞાતિ હોય, ખેડૂત હોય, માલધારી હોય, બોર્ડર હોય કે ગમે તે હોય તમામના પ્રશ્નો હલ થયા છે. મને જ્યારે પેટા ચૂંટણીમાં ખોબાના ખોબા મત આપ્યા અને જે વાયદા કર્યા હતા, જે પેપરમાં આપ્યું હતું, પેમ્પ્લેટમાં આપ્યું હતું. તે તમામ કાર્યો ભાજપની સરકારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય તેમજ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના નીતિ નિયમો પ્રમાણે તમામ કાર્યો સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા છે. નખત્રાણા તાલુકામાં કોલેજમાં 500 દીકરા દીકરીઓ ભણે છે. તે ગ્રાન્ટેબલ કોલેજના હતી. ધારાસભ્યની રજૂઆતને પગલે આજે તે ગ્રાન્ટેબલ થઈ ગઈ છે. નખત્રાણામાં ખેડૂતો માટે APMC પણ થઈ ગયું. ગુજરાતની મોટામાં મોટી પંચાયત એટલે નખત્રાણાની નગરપાલિકાની મંજૂરી પણ મેળવી છે. (Kutch assembly seat)
વધુમાં કહ્યું હતું કે, મુખ્ય રસ્તા પર ટ્રાફિક સમસ્યા રહેતી અને તેના માટે બાયપાસ રોડની માંગણી કરવામાં આવી હતી તે રજૂઆત પણ મુખ્યપ્રધાને સાંભળી હતી. તો વરસાદના સમયે પુલના હોવાને લીધે ટ્રાફિક સમસ્યા સર્જાતી, લોકોને અને વિદ્યાર્થીઓને મુશ્કેલી થતી, ત્યારે પુલની મંજૂરી મેળવવામાં આવી છે. કસ્તુરબા ગાંધી વિદ્યાલય નખત્રાણામાં મળતી ના હતી. તો એ નબળા વર્ગના જે આપણા દીકરી હોશિયાર હોય ભણવામાં, પરંતુ વ્યવસ્થા ન હોય એને રહેવા માટે ભણવા માટે તો એ પણ મંજૂર કરી આપી અને શરૂ થઈ ગઈ. (assembly candidate kutch)
વધુમાં જણાવ્યું હતું કે, નખત્રાણા બસ સ્ટેશન હતું પરંતુ એની બાઉન્ડ્રી ન હતી, તો તે બાઉન્ડ્રી ઉભી કરાવી હતી. આ સિવાય પ્રવાસન ધામો તેમજ પ્રાચીન મંદિરોમાં વિકાસ કામ અર્થે ગ્રાન્ટ મેળવવામાં આવી. મામલતદાર ઓફિસ જે આરોગ્ય ખાતામાં ચાલુ હતી. તે પણ પાસ થઈ ગઈ. નલિયા નખત્રાણા અને લખપત સર્કિટ હાઉસના હતા તે પણ આજે કાર્યરત છે. જે જે રસ્તાઓ પર અકસ્માત થવાનો ભય હતો. તે રસ્તા પર એન્જિનિયર સાથે રહીને રસ્તાના કામો કરાવ્યા. નર્મદાના પાણીની સમસ્યા હવે હલ થવા આવી છે. નખત્રાણા તાલુકામાં દલિત સમાજ માટે છાત્રાલય પણ બનાવવામાં આવ્યો હતો. (nakhatrana assembly seats)
સવાલ ગત ટર્મમાં આપે અનેક કાર્યો કર્યા, જો આ ચૂંટણી જીત થાય તો આગામી 5 વર્ષમાં શું કાર્ય કરવા ઈચ્છો છો?
જવાબઆ વિસ્તારમાં ખેડૂતોનું પ્રમાણ વધારે છે, ત્યારે અહીં પાણી પાતાળમાં પણ નથી, અમુક વિસ્તારને બાદ કરતા પાણી પીવા લાયક પણ નથી. નર્મદાનું પાણી મોટાભાગે પીવા લાયક પહોંચી ગયું પણ ખેડૂતો માટે આવે તેના માટે પૂરી કોશિશ કરવામાં આવશે. ગયા વખતે 1460 કરોડ સરકારે નિરોણા ડેમ માટે ફાળવ્યા ત્યારે બાકીના જે કામો બાકી છે. તેને અગ્રીમતા આપવામાં આવશે. ભુજથી નારાયણ સરોવર સુધી ફોર લેન રોડ બને તે આગામી એજન્ડા રહેશે. મકાનોની વાત કરવામાં આવે તો સરકારે તેના માટે પણ યોજના ઘડી છે. આ ઉપરાંત જે કામો બાકી છે તેને પણ વારાફરતી આગળ લઈશું. (Abdasa MLA Pradyuman Singh Jadeja)
સવાલ આપ ઓછું ભણેલા છો, છતાંય અનેક વખત વિધાનસભામાં રજૂઆતો કરી છે કઈ રીતે રજૂઆતો કરી હતી
જવાબ અમારે રજૂઆત કરવામાં એક જ હોય જે તે વખતે જેની સમસ્યા હોય, ધારો કે પાણીની સમસ્યા હોય તો કાગળ પર તેની લાઈન દોરીએ નીચે ડોલ ભરવાનો ચિત્ર દોરીએ એટલે એ પાણીનો વિષય. કોઈ પશુઓનો વિષય હોય તો ઘાસ દોરવું અને ઉપર ગાય દોરીએ એટલે તે પશુઓના ઘાસ અને પાણીની સમસ્યા. એવી જ રીતે જો ખેડૂતોની સમસ્યા હોય તો કાગળ પર નારિયેળ દોરું કે આંબાનો ઝાડ કે કોઈ પણ વૃક્ષ દોરી ખેડૂત પાવડો લઈને ઉભો હોય તેવું દોરીએ અને ખેડૂતોના પ્રશ્નો રજૂ કરું છું. એટલે જે જે વિષય હોય તેનું ચિત્ર બનાવી વિધાનસભામાં હું રજુ કરું છું. બાકી અહીંનો સ્થાનિક રહેવાસી છું. મારા ત્રણ તાલુકા છે. એક એક તાલુકા એક એક જ્ઞાતીનો પ્રોબ્લેમ છે. શું એની માંગ છે. તેનાથી હું પૂરેપૂરો માહિતગાર છું. (Pradyuman Singh Jadeja)