ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : હાલના ધારાસભ્યની ટિકીટ કપાશે કે પછી નવા જ ચહેરાને તક આપવામાં આવશે? - વીરેન્દ્રસિંહ જાડેજાની બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો કચ્છની માંડવી વિધાનસભા બેઠક (Mandvi Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : હાલના ધારાસભ્યની ટિકીટ કપાશે કે પછી નવા જ ચહેરાને તક આપવામાં આવશે?
Gujarat Assembly Election 2022 : હાલના ધારાસભ્યની ટિકીટ કપાશે કે પછી નવા જ ચહેરાને તક આપવામાં આવશે?

By

Published : May 3, 2022, 6:01 AM IST

કચ્છઃ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022 ) 182 બેઠકો માટેનીચૂંટણી યોજાવાની છે ત્યારે અત્યારથી જ તમામ પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો અત્યારથી જ કરવા લાગ્યા છે. તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓના મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

માંડવી વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી: સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 સીટો છે.જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, (Mandvi Assembly Seat) અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે (Gujarat Assembly Election 2022 ) વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે. કચ્છની ભુજ વિધાનસભા બેઠકમાં ક્ષત્રિય, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત કડવા પટેલ, લેવા પટેલ, ગઢવી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 75 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 72 ટકા અને 58 ટકા છે. માંડવી વિધાનસભા બેઠકમાં કચ્છના બે તાલુકા માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે.

માંડવી વિધાનસભા બેઠકનું મતદાર ગણિત

કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠીયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર 45652 ચો.કી.મી. છે. જે પૈકી 3855 ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો 23.28 ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ 10 તાલુકા, 10 શહેરો અને 950 ગામડા છે.

હાલના ધારાસભ્યો:

ધારાસભ્ય ભુજ મતવિસ્તાર: ડૉ. નીમાબેન આચાર્ય (બીજેપી)
ધારાસભ્ય અબડાસા મતવિસ્તાર: પ્રદ્યુમનસિંહ જાડેજા (બીજેપી)
ધારાસભ્ય માંડવી - મુન્દ્રા મતવિસ્તાર: વીરેન્દ્રસિંહ જાડેજા (બીજેપી)
ધારાસભ્ય અંજાર મતવિસ્તાર: વાસણભાઈ આહીર (બીજેપી)
ધારાસભ્ય ગાંધીધામ મતવિસ્તાર: માલતીબેન મહેશ્વરી (બીજેપી)
ધારાસભ્ય રાપર મતવિસ્તાર: સંતોકબેન આરેઠીયા (કોંગ્રેસ)

કચ્છ જિલ્લામાં જો વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે માંડવી મતવિસ્તારની વિધાનસભા સીટ (Mandvi Assembly Seat) માટે કુલ 2,54,077 મતદારો છે જે પૈકી 1,30,705 પુરુષ મતદારો છે જ્યારે 1,23,372 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ધરમપુર વિધાનસભા બેઠક અને રિવર લિંક પ્રોજેક્ટનું તાપણું ભાજપને દઝાડે તેવી સંભાવના

2017 માંડવી વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ: વર્ષ 2017માં (Gujarat Assembly Election 2017) માંડવી વિધાનસભા બેઠક (Mandvi Assembly Seat)માટે કુલ 17 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં માંડવી મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,24,902 મતદારો પૈકી કુલ 1,60,132 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 72 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,60,060 મત માન્ય ગણવામાં આવ્યા હતા. ઉપરાંત 1685 મત NOTA ને મળ્યા હતા અને 1016 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા.માંડવી વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાને 79,469 મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહિલને 70,423 મત મળ્યા હતા. 2017માં માંડવીની વિધાનસભા બેઠક માટે વીરેન્દ્રસિંહ જાડેજાએ 79,469 મત મેળવી વિજેતા બન્યા હતા.વીરેન્દ્રસિંહ જાડેજાએ 9,046 મતના તફાવતથી વિજેતા બન્યા હતાં.

2017માં જનતાએ શક્તિસિંહ ગોહિલને નકાર્યાં હતાં
માંડવી વિધાનસભા બેઠક ખાસિયતો- ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મધ્યમ કક્ષાનું બંદર એટલે માંડવી ભૌગોલિક સ્થાન : તે 22° 50´ ઉ. અ. અને 69° 20´ પૂ. રે.. આજુબાજુનો 1,42,538 હેક્ટર વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નખત્રાણા, ઈશાનમાં ભુજ, પૂર્વમાં મુંદ્રા, પશ્ચિમે અબડાસા તાલુકાઓ તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે. તાલુકામાં માંડવી શહેર ઉપરાંત 103 ગામો આવેલાં છે. તાલુકાની કુલ ભૂમિ પૈકી 64,130 હેક્ટર ભૂમિ ખેતીને લાયક છે. 4,534 હેક્ટર જેટલી જંગલભૂમિમાં બોરડી, બાવળ, ગાંડો બાવળ જેવાં કાંટાવાળાં વૃક્ષો આવેલાં છે. 37,360 હેક્ટર જમીન ઉજ્જડ છે. 10,900 હેક્ટર જમીનમાં ગૌચર આવેલાં છે. 5,239 હેક્ટર જમીન અન્ય ઉપયોગમાં લેવાય છે. 20,000 હેક્ટર જેટલી જમીન પડતર રહે છે, જ્યારે 46,330 જમીન વાવેતર હેઠળ લેવામાં આવેલી છે. તે પૈકી આશરે 30,000 હેક્ટર જમીનમાં ખાદ્ય પાકોનું વાવેતર કરવામાં આવે છે, જોકે વરસાદની વધઘટને કારણે વાવેતરની જમીનમાં વધઘટ થતી રહે છે. ઘઉં, જુવાર, બાજરી અને મગ અહીંના મુખ્ય ખાદ્ય પાક છે. કળથી, શેરડી, કપાસ, મગફળી, તલ, એરંડા અને ઘાસ રોકડિયા પાક તરીકે લેવાય છે. આ તાલુકામાં 117 કિમી.ની નહેરો અને 12 જેટલા પાતાળકૂવા છે. કૂવાઓથી પણ સિંચાઈ કરવામાં આવે છે. વરસાદની અનિયમિતતાને કારણે હેક્ટરદીઠ પાકના ઉત્પાદનમાં વધઘટ રહ્યા કરે છે.તાલુકાના મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે. દરિયાકિનારે મચ્છીમારી થાય છે. તાલુકામાં તેમજ માંડવીમાં બાંધણી અને ભરતકામનો ગૃહ-ઉદ્યોગ વિકસ્યો છે. આ કામમાં ખત્રી, મોચી, રબારી તેમજ અન્ય વર્ણના લોકો રોકાયેલા છે. અહીં વહાણો બાંધવાનો ઉદ્યોગ ઘણા જૂના વખતથી ચાલે છે. મુખ્યત્વે કોટિયા પ્રકારના વહાણો બાંધવામાં આવે છે. સિમેન્ટના પાઇપ તથા હાથવણાટના કાપડનો લઘુઉદ્યોગ પણ વિકસ્યો છે. ખનીજોમાં રેતી, ચિરોડી, બૉક્સાઇટ અને મીઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગમાટી, ચિનાઈ માટી અને રંગીન માટી પણ મળે છે.

તાલુકાના બધાં ગામડાંનું વીજળીકરણ થયું છે. માંડવી ઉપરાંત તાલુકાનાં ગામોમાં વાણિજ્ય-બૅંકોની શાખાઓ છે. આ ઉપરાંત સહકારી બૅંકો પણ છે. તાલુકામાં કુલ 653 કિમી.ના (પાકા અને કાચા) રસ્તા છે. આ તાલુકામાં રેલસુવિધા નથી. લખપતથી ઉમરગામ સુધીનો, મુંબઈને જોડતો કંઠાર-ધોરી માર્ગ માંડવી નજીકથી પસાર થાય છે. તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળા છે. અન્ય શિક્ષણસંસ્થાઓ માંડવી ખાતે છે.

માંડવી જેવા પ્રવાસન સ્થળમાં વૈવિધ્યનો મોટો ખજાનો છે

માંડવી મધ્યમ કક્ષાનું બંદર છે. ભૂતકાળમાં પૂર્વ આફ્રિકા, ઈરાની અખાતના દેશો, મુંબઈ અને મલબાર સાથે તેનો બહોળો વેપાર હતો. જમીનમાર્ગે પણ રાજસ્થાન, માળવા અને ઉત્તર ગુજરાત સાથે તેનો વેપાર ચાલતો હતો. રેલવે થતાં તેમજ કરાંચી અને કંડલા બંદરોના ઉદયને કારણે તેમાં ઓટ આવી છે. ચોમાસા દરમિયાન અહીં સ્ટીમરો આવતી નથી.

જોવાલાયક સ્થળોઃ અહીં રાવ ખેંગારજી પહેલાના સમયમાં 1574માં ટોપણશાહે બંધાવેલા સુંદરવરના વૈષ્ણવ મંદિરનો 1627માં સુંદરજી શિવજીએ જીર્ણોદ્ધાર કરાવેલો. તે મંદિર ઉપરાંત વાઘેશ્વરીની મૂર્તિ સહિતનું રાણેશ્વરનું શિવમંદિર, રણછોડજીનું બે માળનું મંદિર, સ્વામિનારાયણનું જીર્ણોદ્ધાર કરાયેલું પ્રાચીન મંદિર, પ્રસાદીનો કૂવો, 1605માં બંધાયેલી જુમા મસ્જિદ, 1608માં બંધાયેલી કાજીવાળી મસ્જિદ, 1741–60 દરમિયાન રાવ લખપતે બંધાવેલ ત્રણ મજલાનો મહેલ, કિલ્લો તથા દીવાદાંડી જોવાલાયક સ્થળો છે.જો કે હાલમાં વિજય વિલાસ પેલેસ, ક્રાંતિ તીર્થ, પ્રાઇવેટ બીચ પર જવાનું લોકો વધારે (Mandvi Assembly Seat) પસંદ કરે છે.

ખાવાપીવાની ફેમસ વસ્તુઓ:કચ્છીઓ હોય ત્યાં ખોરાક તો ખરો જ. કચ્છની વાત કરીએ એટલે દરેક લોકોને પ્રથમ ખ્યાલ કચ્છી દાબેલીનો આવી જાય. દાબેલી નામ સાંભળીને દેશના ખૂણે ખૂણે વસતા કચ્છી હોય કે પછી ગુજરાતી દરેકના મોંમા પાણી આવી જાય છે.દાબેલીની શરૂઆત માંડવીમાં ગભા ભાઈએ કરી હતી.કચ્છની દાબેલી માત્ર કચ્છ કે ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ લોકપ્રિય છે અને વિદેશમાં વસતા લોકો પણ દાબેલીના ચાહક છે. દાબેલી એટલે દેશી બર્ગર. કચ્છની દાબેલી ગુજરાતમાં અનેક જગ્યાએ મળી રહે છે તથા સાથે સાથે ભારતના અન્ય રાજ્યોમાં પણ હવે લોકો દાબેલી વેંચતા થઈ ગયા છે અને ખાસ કરીને મુંબઈમાં પણ અનેક લોકો દાબેલીના ચાહકો છે. માંડવીમાં ગભાભાઈનો દાબેલીનો મસાલો અને મસાલા સિંગ ખૂબ પ્રખ્યાત છે અને વિદેશમાં પણ માંગ રહેતી હોય છે.આ ઉપરાંત માંડવીના (Mandvi Assembly Seat)લોકો કડક, દાળવાળા ટોસ, લસણવાળી ચટણી અને રગડો ખાવાના ખૂબ શોખીન છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : બે ટર્મથી વિજેતા જીતુ વાઘાણીની બેઠક છે ભાવનગર પશ્ચિમ, આ વખતે મતદારનું મન કળવું મુશ્કેલ

અત્યાર સુધીના માંડવી વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ: વર્ષ 2012માં માંડવી વિધાનસભા બેઠક (Mandvi Assembly Seat)માટે કુલ 11 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં માંડવી મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 1,93,702 મતદારો પૈકી કુલ 1,39,659 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 167 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,39,492 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. માંડવી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પરમાર કિશોરસિંહ રાજેન્દ્રસિંહને 53,478 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર તારાચંદભાઈ છેડાને 61,984 મત મળ્યા હતા અને 2012માં માંડવીની વિધાનસભા બેઠક માટે તારાચંદભાઈ છેડા 61,984 મત મેળવી વિજેતા બન્યા હતાં. તારાચંદભાઈ છેડા 8506 મતથી વિજેતા બન્યા હતાં.

માંડવીના લોકોને માટે મહત્ત્વની માગણીઓ

માંડવી વિધાનસભા બેઠકની માગ- માંડવી (Mandvi Assembly Seat) એક પ્રવાસન સ્થળ છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. પરંતુ માંડવીમાં જ્યારે પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ સર્જાય છે અને મુખ્ય ધોરીમાર્ગ પણ ખૂબ સાંકડો છે જે પહોળો કરવાની પણ માંગ સ્થાનિકે ઊભી થાય છે. ઉપરાંત અનેક રાજકીય હોદ્દેદારોએ પણ આ અંગે પોતાના પ્રવચનમાં વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. ઉપરાંત કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ સ્વચ્છતા જળવાતી નથી, રખડતા ઢોરનો ત્રાસ છે તો સ્લમ વિસ્તારોમાં ગટરના પાણીની સમસ્યા પણ અનેક વાર ઉદભવતી હોય છે તો બીજી બાજુ અનેક વાર વાયદાઓ કરવામાં આવેલ વિકાસના કાર્યો થંભી ગયા છે. જોવું એ રહ્યું કે હાલમાં જ્યારે આખી નવી સરકારની રચના થઈ છે ત્યારે આવનારી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) કયા ઉમેદવારોને ટિકિટ મળશે, કોનેે રીપિટ કરવામાં આવશે કે કોની ટિકિટ કપાશે કે પછી ફરી નવા ચહેરાને જ તક આપવામાં આવશે અને માંડવીની જનતા કયા ઉમેદવારને આગામી 5 વર્ષ માટે ધારાસભ્ય તરીકે (Gujarat election 2022) ચૂંટશે.

ABOUT THE AUTHOR

...view details