ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીધામમાં કોંગ્રેસની જાહેર સભામાં અશોક ગહલોતે ભાજપના શાસનને ઠેરાવ્યું કુશાસન - BJP rule as misgovernance

કચ્છના ગાંધીધામમાં કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકી માટેના સમર્થન માટે જાહેર સભાનું (Congress Public Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાન સરકારના મુખ્યપ્રધાન અશોક ગહલોત, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવકતા મોહનપ્રકાશ સાથે કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સભામાં અશોક ગહલોતે સભાને સંબોધતા જણાવ્યું હતું કે,ભાજપનું શાસન (Gujarat Assembly election 2022) છે તે શાસન નથી પરંતુ કુશાસન (BJP rule as misgovernance) છે. તેવું જણાવ્યું હતું.

ગાંધીધામમાં કોંગ્રેસની જાહેર સભામાં અશોક ગહલોતે ભાજપના શાસનને ઠેરાવ્યું કુશાસન
ગાંધીધામમાં કોંગ્રેસની જાહેર સભામાં અશોક ગહલોતે ભાજપના શાસનને ઠેરાવ્યું કુશાસન

By

Published : Nov 26, 2022, 6:42 PM IST

કચ્છકચ્છની 6 વિધાનસભા બેઠક (Kutch Assembly seat) પૈકી અનામત બેઠક ગાંધીધામવિધાનસભા બેઠકના (Gandhidham assembly seat) કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ પ્રચાર ઝુંબેશ વેગવાન બનાવી છે. તેમને જનસમર્થન મળી રહે. તે માટે ગાંધીધામ ખાતે આજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન (Chief Minister of Rajasthan) અશોક ગહલોત ઉપસ્થિત રહ્યા હતા. અને સભાને સંબોધી હતી તેમજ ઉમેદવાર (Gujarat Assembly election 2022) ભરત સોલંકીને જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો.

ગાંધીધામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ પ્રચાર ઝુંબેશ વેગવાન બનાવી છે તેમને જનસમર્થન મળી રહે તે માટે ગાંધીધામ ખાતે આજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

કોંગ્રેસના ઉમેદવાર માટે જનસમર્થન સભા યોજાઈગાંધીધામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર (Congress candidate in Gandhidham Kutch) ભરત સોલંકી માટેના સમર્થન માટે જાહેર સભાનું (Congress Public Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાન સરકારના મુખ્યપ્રધાન અશોક ગહલોત, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના (All India Congress Committee) પ્રવકતા મોહનપ્રકાશ, રામકિશન ઓઝા, રાજસ્થાન કેબિનેટ પ્રધાન (Rajasthan Cabinet Minister) સાલે મોહમ્મદ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ (Kutch District Congress President) યજૂવેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સાથે કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. સભા સ્થળે મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ચુંટણી આવ્યા બાદ હંમેશા પ્રજાનો સેવક બનીને રહીશ.

ભાજપનું શાસન છે તે શાસન નથી પરંતુ કુશાસન: અશોક ગહલોતરાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે સભાને સંબોધતા જણાવ્યું હતું કે,ભાજપનું શાસન છે તે શાસન નથી પરંતુ કુશાસન છે. કોરોનાકાળમાં કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તો લમ્પી રોગમાં કચ્છની અનેક ગાયોએ જીવ ખોયો.રાજસ્થાનમાં સરકાર ગૌશાળા અને ગૌમતાઓને પાળે છે.મોરબી હોનારતમાં અનેક લોકોએ જીવ ખોયો ત્યારે સરકારે પીડિતોના પરિવારને યોગ્ય સહાય આપવી જોઈએ. ભાજપના શાસનમાં હિન્દુસ્તાનમાં પ્રથમ વખત એવું થયું છે જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે માત્ર મુખ્ય પ્રધાન નહિ પૂરું મંત્રી મંડળ બદલાવી નાખ્યું પડ્યું છે નેતાઓની નાકામીની આ નિશાની છે.

કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા કરી અપીલઉપરાંત તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં બેરોજગારી ઘણી છે. નોટબંધી બાદ નાના ઉદ્યોગો બંધ થઈ ગયા તો ગુજરાતમાં નોકરીઓ ખાલી પડી છે હાલમાં 10 લાખ નોકરી ખાલી પડી છે.ગુજરાતની ચુંટણી મહત્વપૂર્ણ છે માત્ર ગુજરાતમાં ચુંટણી નથી થઈ રહી પૂરા દેશમાં ચુંટણી થઈ રહી છે.જો પ્રજા ગુજરાતમાં સરકારને બદલી નાખે તો પૂરા દેશનું ભલું થશે.આ ઉપરાંત તેમને કોંગ્રેસના મેનીફેસ્ટ અંગે વાતચીત કરી હતી. તો ગાંધીધામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીને જંગી બહુમતીથી વિજેતા બનાવવા માટે સભામાં અપીલ પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details