કચ્છગુજરાત વિધાનસભાની ચૂંટણી2022ની (Gujarat Assembly Election 2022) જાહેરાતો થઈ ચૂકી છે. રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે પોતાના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી રહી છે. કચ્છની વિધાનસભા બેઠકોની (Assembly seats of Kutch) વાત કરવામાં આવે તો કચ્છમાં કુલ 6 બેઠકો છે જે પૈકી 5 બેઠકો અબડાસા(Abdasa Assembly Seat), ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી મુન્દ્રા પર ભાજપના ધારાસભ્યનું શાસન હતું જ્યારે 1 રાપર વિધાનસભા બેઠક કોંગ્રેસ પક્ષ પાસે હતી. આ વર્ષે કચ્છની કુલ 6 બેઠકો પર કુલ 8,44,488 પુરુષ, 7,90,174 મહિલા, અન્ય 12 સહિત 16,34,674 મતદાર નોંધાયાં છે.
અબડાસા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફીકચ્છ વિધાનસભા બેઠક સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની (Assembly seat in Kutch district) 6 સીટો છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે. અબડાસા વિધાનસભા બેઠકના મતદારો કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે અબડાસા મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 2,50,644 મતદારો છે જે પૈકી 1,29,014 પુરુષ મતદારો છે જ્યારે 1,21,630 મહિલા મતદારો અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
અગાઉની ચૂંટણીના પરિણામ વર્ષ 2012માં અબડાસા વિધાનસભા બેઠક માટે કુલ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં અબડાસા મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 1,95,125 મતદારો પૈકી કુલ 1,43,507 મતદારોએ મત આપ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર છબીલ પટેલને 60,704 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર સ્વ.જયંતીલાલ ભાનુશાલીને 53,091 મત મળ્યાં હતાં. છબીલ પટેલ 60,704 મત મેળવી વિજેતા બન્યા હતા. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના વિજય બાદ લોકસભા ચૂંટણી પૂર્વે ધારાસભ્ય છબીલ પટેલ ભાજપમાં જોડાતા વર્ષ 2014માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સામે જ ભાજપમાંથી લડેલા છબીલ પટેલ 764 મતથી ચૂંટણી હારી ગયા હતાં. વર્ષ 2017માં અબડાસા વિધાનસભા બેઠક માટે કુલ 11 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં અબડાસા મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,23,705 મતદારો પૈકી કુલ 1,50,261 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 3251 મત NOTAને મળ્યા હતાં અને 979 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર જાડેજા પ્રદ્યુમનસિંહને 73,312 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને 63,566 મત મળ્યા હતાં. આમ પ્રદ્યુમનસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજા 9746 મતથી વિજેતા બન્યા હતાં.
ક્યાં ક્યાં ઉમેદવાર અમડાસા બેઠક પર જાહેરગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કચ્છની અબડાસા વિધાનસભા બેઠક કે જ્યાં ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ચુંટાયા હતા. જેમને આ વર્ષે ફરી ટિકિટ આપીને રીપિટ કરાયા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે વસંત ખેતાણીને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી મામદ જતને ટિકિટ આપવામાં આવી છે.