કચ્છ : તાજેતરમાં ઈઝરાયેલ ખાતે ગ્લોબલ નેટવર્ક ઓફ ડ્રાયલેન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા યોજવામાં આવેલી આઠમી આંતરરાષ્ટ્રીય ડ્રાયલેન્ડસ, ડેઝર્ટ અને ડી સર્ટિફિકેશન (ડીડીડી) પરિષદમાં ભારત વતી એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાઈડ સંસ્થાના (Guide Institute of Kutch) નિર્દેશક વી.વિજય કુમારે ભાગ લીધો હતો. જેમાં જળવાયુ પ્રદૂષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. (Global Network of Dryland Research Institute)
ઇઝરાયેલ ખાતે ડ્રાયલેન્ડ, ડેઝર્ટ અને ડિઝર્ટિફિકેશન પરિષદમાં કચ્છની ગાઈડ સંસ્થાના નિર્દેશકે લીધો ભાગ ભારત વતી એકમાત્ર ગાઈડ સંસ્થાની પસંદગીગ્લોબલ નેટવર્ક ઓફ ડ્રાયલેન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજવામાં આવેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ચર્ચા દરમિયાન અહીંની ગાઈડ સંસ્થાના નિર્દેશક વી.વિજય કુમારે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાનું હવામાન અને આબોહવા જળવાયુ પ્રદૂષણથી મુક્ત નથી તેમ છતાં વિશ્વના અન્ય દેશોની તુલનાએ કચ્છની સ્થિતી પ્રમાણમાં સારી છે. ઉલ્લેખનીય છે કે, આ પરિષદમાં પાંચ ખંડના નવ દેશને નિમંત્રણ મળ્યું હતું. એમાં દક્ષિણ એશિયામાંથી ભારત વતી એકમાત્ર ગાઈડ સંસ્થાની પસંદગી કરવામાં આવી હતી. (International Drylands at Israel)
વિશ્વના 47 ટકા હિસ્સામાં સૂકો વિસ્તારEtv Bharat સાથે વાતચીત કરતાં વિજય કુમારે જણાવ્યું હતું કે, આ પરિષદમાં ત્રણ ગોળમેજી બેઠક દરમિયાન જળવાયુ પ્રદૂષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા બાદ ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના જુદા જુદા ભાગોમાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓને એકછત્ર હેઠળ લાવવા માટે ડ્રાયલેન્ડ નેટવર્કની સ્થાપના કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. અત્યારે વિશ્વના 47 ટકા હિસ્સામાં સૂકો વિસ્તાર છે. જે આશરે બે અબજથી વધુ લોકોનું ઘર છે. (Eighth International Drylands in Israel)
કચ્છની આબોહવા, જળવાયુ પ્રદૂષણની સ્થિતિ વિશે ચર્ચાઆબોહવાનું પરિવર્તન, ભૂમિનું અવક્રમણ, ડિસર્ટિફિકેશનથી આ વિસ્તારો પર ખતરો ઊભો થયો છે. ડીકલેરેશન સૂકા વિસ્તારોમાં કામ કરતી સંસ્થાઓના સંશોધનનું આપસમાં આદાનપ્રદાન કરવાઅને જળવાયુ પ્રદૂષણનો સામનો સંયુક્ત રીતે કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. ગાઈડના નિર્દેશક વિજયકુમારે ત્રણે ગોળમેજી બેઠકમાં ભાગ લીધો હતો અને કચ્છની આબોહવા, જળવાયુ પ્રદૂષણની સ્થિતિ વિશે ચર્ચાની સાથે જ ગાઈડ દ્વારા હાથ ધરાયેલા કાર્યક્રમોની વિગતો પણ આપી હતી.