કચ્છ દેશમાં વિકાસ થઇ રહ્યો છે તેમાં ટેક્ષ ભરનારનો પણ મહત્વપૂર્ણ ફાળો છે ત્યારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ એટલે કે GST ભરી દેશની વિકાસયાત્રામાં નાગરિકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જરૂરતમંદો અને વિકાસ માટે જે નાણાં ફાળવવામાં આવે છે તેમાં ટેક્ષનું પણ બહુમૂલ્ય છે. સરકારના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ GST ભરીને લોકો સાર્થક કરી રહ્યા છે.
GST જનજાગૃતિ અંગે ભુજમાં કાર્યક્રમકેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ, ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, કચ્છ ચેમ્બેર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝ ફેડરેશન ભુજના સંયુક્ત ઉપક્રમે GSTના પરિમાણો જનજાગૃતિ અંગે જુદાં જુદાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને લોકોમાં GSTને લઈને જાગૃતતા આવે તેમજ ઉંડાણપૂર્વક સમજ આવે કે GST શું છે કઈ રીતે લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, કોને કોને લાગુ પડે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ફાળો આપવો એ તમામની જવાબદારીપાછલા વર્ષોની તુલનામાં ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ભરનારામાં ખાસ્સો એવો વધારો થયો છે. GST વિભાગ સ્ટાફની તંગીનો સામનો કરી રહ્યું છે. તેથી ટેક્સ ભરનારાઓને સહયોગ આપવા વિનંતી કરીએ છીએ. કેન્દ્રીય માલ અને સેવા કરને પાંચ વર્ષ પૂર્ણ થતાં અહીંના જીએસટી ભવન ખાતે તેની વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2021-22ના ઉત્કૃષ્ઠ કરદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ કમિશનર પી.આનંદકુમારે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓને અપીલ કરી હતી કે વેપાર અને ઉદ્યોગકારો નિયત તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરી દેશના આર્થિક વિકાસમાં ફાળો આપે. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ફાળો આપવાની તમામની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.