કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) શરૂ થઈ ચુકી છે. સમગ્ર રાજ્યની સાથોસાથે કચ્છમાં પણ પોઝિટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ (Corona In Gujarat) વધી રહ્યું છે ઉપરાંત છેલ્લાં એક અઠવાડિયાથી કચ્છમાં પડી રહેલી કડકડતી ઠંડીના (Cold in Gujarat) લીધે લોકો જરૂરિયાત વગર પરિવહન કરવાનું ટાળી રહ્યા છે. આની અસર ST બસો પર પડતી જોવા મળી રહી છે.
ખાનગી બસોના પ્રવાસીઓ હવે ST બસો તરફ પાછા વળ્યા
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (Gujarat State Road Transport Corporation)ના કચ્છ ST ડિવિઝનની દૈનિક આવક (Daily income of Kutch ST Division)માં આ કારણોના લીધે 5 લાખનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ડીઝલના ભાવ (Rise in diesel prices In Gujarat) વધતા ખાનગી બસના મુસાફરો ST બસો તરફ પાછા વળ્યા છે. છેલ્લાં એક વર્ષથી ડિઝલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હોવાના કારણે તેની અસર ખાનગી બસ સહિતના વાહનોના ભાડા પર પણ પડી છે. ખાનગી વાહનોના ભાડામાં થઈ રહેલા સતત વધારાના પગલે પ્રવાસીઓ ફરીથી એસટી બસમાં પરિવહન કરી રહ્યા છે. અગાઉ ખાલી દોડતી STની બસોમાં હવે પ્રવાસીઓની ખીચોખીચ ભીડ જોવા મળતી હોય છે.
આ પણ વાંચો:Precaution Dose in kutch 2022 : કચ્છ જિલ્લામાં કુલ 41,753 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે