ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂઓ ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન, કચ્છના બન્ની વિસ્તારમાં ગ્રાસલેંડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાનનો અમલ શરુ - 56 પ્રકારના ઘાસનું ઉત્પાદન

કચ્છનો બન્ની વિસ્તાર (Banni Grassland Kutch )ઘાસથી ભરપુર જોવા મળી રહ્યો છે. ત્યારે બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા સાચવણીની વ્યવસ્થાઓ શરુ થઇ છે. ઘાસનું ઉત્પાદન 2022 (Grass Production 2022 )કેટલું થયું અને ઘાસના ગોદામોમાં સંગ્રહ વિશે ગ્રાસલેંડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાન (Grassland Management Master Plan )ઘડવામાં આવ્યો છે. ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન ( Drone view of Banni meadow )કેવું લાગે છે તે દર્શાવતો કચ્છના બન્ની ઘાસના મેદાનનો મનોરમ વિડીયો પણ જોવા જેવો છે.

જૂઓ ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન, કચ્છના બન્ની વિસ્તારમાં ગ્રાસલેંડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાનનો અમલ શરુ
જૂઓ ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન, કચ્છના બન્ની વિસ્તારમાં ગ્રાસલેંડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાનનો અમલ શરુ

By

Published : Dec 20, 2022, 3:25 PM IST

ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન દર્શાવે છે આ વિડીયો

કચ્છનો બન્ની વિસ્તાર કે જે ઘાસિયા મેદાન ( Banni Grassland Kutch )તરીકે જાણીતો છે. જે એશિયાની સર્વશ્રેષ્ઠ ઘાસિયા ભૂમિ છે. કારણકે અહીં જ્યાં જુઓ ત્યાં ઘાસ જ ઘાસ જોવા મળે છે. વિશ્વમાં બન્ની જેવો ઘાસિયા પ્રદેશ ક્યાંય નથી. અહીં 56 પ્રકારના ઘાસનું ઉત્પાદન (Production of 56 types of grass) કરવામાં આવે છે. સમગ્ર એશિયા ખંડમાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બન્નીના ઘાસિયા મેદાનો ગત ચોમાસામાં શ્રીકાર વરસાદને પગલે વર્ષો બાદ ભારે હર્યાભર્યા બન્યાં છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગ (Banni Grassland Department ) દ્વારા પણ તકને ઝડપી ઘાસ કાપણીની કામગીરી આદરી છે. અંદાજે બે લાખ કિલો ઘાસમાંથી ગાંસડી બનાવી સ્થાનિકના ગોદામોમાં (Grassland Management Master Plan) ભરાશે. જેનું અછત જેવા કપરા કાળમાં વિતરણ (Hay barns) કરવામાં આવશે.

આ પણ વાંચો વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનો માલધારીઓએ આક્ષેપો કરી કર્યો વિરોધ,અધિકારીએ આપ્યો ખુલાસો

ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન સારા વરસાદથી હાલ બન્નીમાં (Kutch Banni Area ) મબલખ ઘાસ હોતા પશુઓને ભૂખમરો નહીં આવે. એકવર્ષ સુધી આ સ્થિતિમાં કદાચ દુકાળ પડશે તો પણ પશુધન ટકી રહેશે. બન્નીમાં માનવવસ્તીથી પશુધન બમણું છે. જો કે અહીંનો પશુપાલન વ્યવસાય જ ડેરીઓને મોટાભાગનું દૂધ પૂરું પાડે છે. બન્ની વિસ્તાર હિજરત માટે પણ જાણીતો છે,કારણ કે ત્રણ વર્ષ દુકાળ અને એક વર્ષ સારું હોય છે. તાજેતરમાં જ જિલ્લાની મુલાકાતે આવેલા પીએમ મોદીએ બન્નીની ભેંસના વખાણ કર્યાં ( Bunni Buffalo praised by PM )હતા. ત્યારે ચાલુ વર્ષે ભારે વરસાદ બાદ ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન (Drone view of Banni meadow ) રમણીય લાગી રહ્યું છે.

આ પણ વાંચો ગોળાકાર શીંગડાવાળી ભેંસોની હરીફાઈએ પશુ મેળામાં જમાવ્યું આકર્ષણ

ઘાસિયા મેદાનોમાં પુષ્કળ માત્રામાં ઘાસ લહેરાઇ રહ્યું છે લગભગ 3847 ચો.કિ. મી.માં પથરાયેલ ઘાસિયા મેદાનો સારા વરસાદમાં પુષ્કળ ઘાસ લહેરાઇ ઊઠયું છે. ગત ચોમાસાની લાંબી મોસમ દરમ્યાન મેઘરાજા મનમૂકી મહેરબાન થયા પછી બન્નીના ઘાસિયા મેદાનોમાં પુષ્કળ માત્રામાં ઘાસ લહેરાઇ રહ્યું છે. બન્ની પ્રદેશનો વિસ્તાર અનામત જંગલ તરીકે સુરક્ષિત જાહેર થયાં પછી તેનો કબજો બન્ની ગ્રાસલેન્ડ વિભાગ હસ્તક છે. પરંતુ પંથકમાં ગેરકાયદે વાડાઓના દૂષણને લઇ ઘાસિયા મેદાનોનો વિસ્તાર ઘટયો છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારને બન્ની ગ્રાસલેન્ડ વિભાગ સુરક્ષિત કરી (Grassland Management Master Plan ) કમરની ઊંચાઇ સુધી લહેરાતા ઘાસ કાપવાની કામગીરી બન્ની-પચ્છમના મજૂરો દ્વારા જોરશોરથી ચાલી રહી છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગના નાયબ વન સંરક્ષક બી.એમ પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી થઈ રહી છે.

ઘાસના ઉત્પાદનમાં વધારો કરવા માટે વનવિભાગ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર

8 લાખ કિલો ઘાસ એકત્ર કરવાનું લક્ષ્યાંક Etv Bharat સાથે વાતચીત કરતાં નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે સારો વરસાદ નોંધાતા ઘાસનું ઉત્પાદન 2022 (Grass Production 2022 ) માં મબલખ થયું છે અને ચાલુ વર્ષે વિભાગ દ્વારા 8 લાખ કિલો ઘાસ એકત્ર કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગ હેઠળની સરાડા, સરણુ અને ભિરંડિયારા રેન્જ હેઠળ હાલ 12 જેટલા પ્લોટોમાં ગત નવેમ્બરથી ઘાસ કાપણીની કામગીરી શરૂ (Grassland Management Master Plan) કરવામાં આવી છે. જે માટે સ્થાનિક મજૂરોને સાંકળવામાં આવ્યા છે.

દુષ્કાળના કપરા કાળમાં ઘાસ ઉપયોગી રહેશે આસપાસના ગામના લોકોને પણ આ ઘાસ ઉપયોગી થાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોને કેટલું ઘાસનો જથ્થો આપવામાં આવ્યું તેનો રેકોર્ડ પણ રાખવામાં આવી રહ્યો છે. જે જથ્થામાંથી અંદાજે 60 કિલો વજનની ગાંસડીઓ તૈયાર કરવામાં આવશે. લગભગ 3500 જેટલી તૈયાર થનાર ગાંસડીઓ આ વિભાગ હેઠળના ગોરેવાલી, ધોરડો, સણીયાડો અને ભિરંડિયારા ગામે ઊભા કરવામાં આવેલા ઘાસના ગોદામોમાં સંગ્રહી (Grassland Management Master Plan) રાખવામાં આવશે. આ ઘાસ અછતના સમયમાં સ્થાનિકના પશુપાલકોને અગ્રતાક્રમે વિતરણ કરી દુષ્કાળના કપરા કાળમાં ઉપયોગ કરી શકાશે.

200 ટકા જેટલું ઘાસ ઉત્પાદન એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનમાં ઘાસનું મબલખ ઉત્પાદન થતાં કચ્છના બન્નીમાં આવેલા ઘાસિયા મેદાનોમાં આ વર્ષના સરકારી લક્ષ્યાંકના 200 ટકા જેટલું ઘાસ ઉત્પાદન થતાં સ્થાનિક માલધારીઓ માટે વર્ષ સુધર્યું છે. સ્થાનિક માલધારીઓને ઘાસ કાપીને લઈ જવા માટે એક કલાકનો સમય (Grassland Management Master Plan) આપવામાં આવે છે જેમાં તેઓ જેટલું ઘાસ કાપી શકે તેટલું પરત લઈ જઈ શકે છે.

વનવિભાગ દ્વારા માસ્ટર પ્લાન જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાતા એશિયાના સુપ્રસિદ્ધ બન્નીના ઘાસીયા મેદાનમાં ઘાસ લહેરાઈ રહ્યું છે. અહીં થયેલા ઘાસ ઉત્પાદનના આંકડા પર નજર કરીયે તો વર્ષ 2018-19 સુધી ઘાસનું ઉત્પાદન વાર્ષિક 1 લાખ કિલો સુધી થતું હતું, જે વધીને 2019-20 સુધીમાં 2 લાખ કિલોએ પહોંચ્યું અને 2020-21માં તે ઉત્પાદને નવો આંકડો 8 લાખ કિલોનો પાર (Hay Production 2022 in Kutch ) કરી દીધો છે. ગ્રાસલેંડ મેનેજમેન્ટ દ્વારા ઉત્તમ ગુણવત્તાવાળા ઘાસના ઉત્પાદનમાં વધારો કરવા માટે વનવિભાગ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત ગ્રાસલેંડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાન (Grassland Management Master Plan) અંતર્ગત આગામી 7 વર્ષમાં બન્ની ઘાસના મેદાન (Banni Grassland ) માંથી 2 કરોડ કિલો ઘાસનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details