- કચ્છના મુન્દ્રા પોર્ટમાં પકડાયેલા 21,000 કરોડ રૂપિયાના હેરોઈનનો મામલો
- આરોપી દંપતી સુધાકર અને વૈશાલીના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા
- NDPS કોર્ટમાં વિડિયો કોન્ફરન્સ મારફતે આરોપી દંપતીને કરાયા રજૂ
- NDPS કોર્ટે 1 દિવસની કસ્ટડી મંજૂર કરી
કચ્છ: મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી DRIએ 21,000 કરોડ રૂપિયાના હેરોઈનને પકડી પાડ્યું હતું. ત્યારે આ ડ્રગ્સના કેસમાં ઝડપાયેલા આંધ્રપ્રદેશના વિજયવાડાની આયાતકાર આશી ટ્રેડિંગના માલિક દંપતી સુધાકર અને વૈશાલીના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. તો વીડિયો કોન્ફરન્સ મારફતે નાર્કોટિક્સ કોર્ટ ભૂજમાં DRIએ વધુ રિમાન્ડની માગ કરી હતી. એટલે કોર્ટે દંપતીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ ફરીથી તેમને જેલ હવાલે કરવામાં આવશે. તેવું સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.
DRI દ્વારા અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ