- કુકમા ગામની આશાપુરા કોલોનીના 225 જેટલા મતદાતાઓએ લીધો નિર્ણય
- ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય
- છેલ્લાં 20 વર્ષથી પાયાગત સુવિધાઓથી વંચિત છે લોકો
કચ્છઃ કુકમામાં 2001ના ભુકંપ બાદ નિર્મિત આશાપુરા કોલોની કે જેને 20 વર્ષના સમયગાળા બાદ પણ ગ્રામતળનો દરજ્જો મળેલો નથી. ગ્રામ પંચાયત કુકમામાં સામન્ય સભા ગ્રામ સભાના ઠરાવો બાદ પણ ગામમાં કોઈ પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવામાં નથી આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gram Panchayat Election 2021 ) દરમિયાન કરેલા વાયદાઓને પણ 8 મહિના સુધી કોઈ અમલ ( Gram Panchayat Election Boycott in Kukma) થયો નથી. જે કારણે આશાપુરા નગરના રહેવાસીઓ માળખાકીય સુવિધાઓથી વંચિત છે.