ગુજરાત

gujarat

ETV Bharat / state

Gram Panchayat Election 2021: કચ્છના સુમરાસર શેખ ગામના લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ - સુમરાસર શેખ ગામના સભ્યો બિનહરીફ

શિયાળામાં ઠંડીના અહેસાસ વચ્ચે લોકશાહીના પર્વ ચૂંટણીનો ગરમાવો આવી રહ્યો છે. આ રવિવારે (19 ડિસેમ્બરે) રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાશે. ત્યારે હવે કચ્છમાં ભુજ તાલુકાનું સુમરાસર શેખ ગામ (Election in Sumrasar Sheikh village of Kutch) કે, જ્યાં 10થી 11,000 જેટલી વસ્તી છે. જ્યારે 5,000થી વધુ મતદાર છે અને ગામમાં દરેક સમાજના લોકો રહે છે. આ ગામમાં 2 ઉમેદવારો વચ્ચે સરપંચ પદ માટે રસાકસીનો માહોલ જામશે. તો બંને ઉમેદવારોના સપોર્ટર પણ સમાન સંખ્યામાં જ છે. તો આ ગામમાં ગઈ ટર્મમાં કયા કયા વિકાસના કાર્યો થયા અને હવે આવનારા સરપંચ પાસેથી ગામ લોકોને શું અપેક્ષા છે તે અંગે ETV Bharatની ટીમે ગામના લોકો સાથે વાતચીત કરી હતી.

Gram Panchayat Election 2021: કચ્છના સુમરાસર શેખ ગામના લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ
Gram Panchayat Election 2021: કચ્છના સુમરાસર શેખ ગામના લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ

By

Published : Dec 14, 2021, 4:34 PM IST

  • કચ્છના ભૂજ તાલુકાનું સુમરાસર શેખ ગામમાં સરપંચ પદ માટે 2 ઉમેદવારો મેદાને
  • ગ્રામ પંચાયતની ચૂંટણીને સંદર્ભે ETV Bharatની ટીમ સુમરાસર શેખ ગામની મુલાકાતે
  • નવા સરપંચ પાસેથી ગામલોકોને સીસીટીવી કેમેરા, રોડ લાઈટ અને નર્મદાના નીરની સુવિધાની અપેક્ષા

કચ્છઃ જિલ્લામાં કડકડતી ઠંડીની વચ્ચે ચૂંટણીનો ગરમાવો (Gram Panchayat Election 2021) આવી રહ્યો છે. ત્યારે વાત કરીએ સુમરાસર શેખ ગામની (Election in Sumrasar Sheikh village of Kutch) તો, અહીં મુખ્યત્વે દલિત, આહીર સમાજ અને લઘુમતી સમાજના લોકો અહીં વસે છે. 12 વોર્ડમાંથી અહીં ગ્રામ પંચાયતના 10 વોર્ડના સભ્યો બિનહરીફ (Sumrasar Sheikh village members uncontested) થયા છે. આ ગામ પોતાની એકતા માટે જાણીતું છે. ગામમાં બંને યુવા ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તો ગામના લોકો આવનારો સરપંચ શિક્ષિત અને ગામના વિકાસના કાર્યો કરવા સક્ષમ હોય એવો ઈચ્છે છે. આવનારો સરપંચ લોકોની માગ સ્વીકારી પૂર્ણ કરી શકે અને સાથે સાથે ગામનો આધુનિક રીતે વિકાસ પણ કરી શકે તેવો હોવો જોઈએ.

ગ્રામ પંચાયતની ચૂંટણીને સંદર્ભે ETV Bharatની ટીમ સુમરાસર શેખ ગામની મુલાકાતે

આ પણ વાંચો-Gram Panchayat Election 2021: મોરબીના નારણકા ગામે ચૂંટણીના મેદાનમાં દેરાણી, જેઠાણી સામસામે

સુમરાસર શેખ ગામમાં પાયાની સુવિધા પર નજર

સુમરાસર શેખ ગામમાં પાયાની સુવિધાઓની (Basic facility in Sumrasar Sheikh village ) વાત કરીએ તો ગટર, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવા વિકાસના કામ (Basic facility in Sumrasar Sheikh village) થયા છે. ગામના લોકો મુખ્યત્વે પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી પાણીની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ ગામમાં ખારું પાણી આવે છે. આ માટે ગામના લોકોની માગ નર્મદાના નીરની છે અને જો તેમને નર્મદાનું પાણી મળે તો તેમનો વ્યવસાય થઈ શકે.

કચ્છના ભૂજ તાલુકાનું સુમરાસર શેખ ગામમાં સરપંચ પદ માટે 2 ઉમેદવારો મેદાને

ગામમાં CCTV કેમેરા લગાવવાની માગ

આ ઉપરાંત ગામમાં હાલ ચોરીનું પ્રમાણ વધ્યું છે. માટે ગ્રામ પંચાયત દ્વારા CCTV કેમેરા લગાવવામાં આવે તેવી માગ આવનારા સરપંચ પાસે ગામના લોકો કરી રહ્યા છે. તો ગામમાં રોડ લાઈટ પણ લગાડવામાં આવે તેવી માગ પણ ઊભી થઈ છે. એટલે આવનારો સરપંચ લોકોની માગ સ્વીકારી પૂર્ણ કરી શકે અને સાથે સાથે ગામનો આધુનિક રીતે વિકાસ પણ કરી શકે તેવો હોવો જોઈએ.

સુમરાસર શેખ ગામમાં પાયાની સુવિધા

આ પણ વાંચો-Gujarat Gram Panchayat Election 2021: ચાચાપર ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવ્યું

ગામના પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂ કરી શકે તેવો સરપંચ હોવો જોઈએ

આમ, તો ગામડાઓના કામો સરકારી ગ્રાન્ટ પર નિર્ભર છે. તો ભાવિ સરપંચ એવો સક્ષમ હોવો જોઈએ, જે સરકારી ગ્રાન્ટમાંથી ગામમાં વિકાસના કાર્યો કરી શકે. ગામડાઓના વિકાસમાં સરપંચએ મહત્ત્વનો અંગ હોય છે, જેથી ગામના લોકો પણ એવો સરપંચ ઈચ્છે છે જે પોતાની વગ ઉભી કરી અને લોકોના કામ કરી શકે યોગ્ય સ્તરે ગામના પ્રશ્નો સરકાર અને સરકારી કચેરીઓ સમક્ષ રજૂ કરી (Election in Sumrasar Sheikh village of Kutch) શકે તો ગામના લોકોએ ગામમાં રહેતા લોકોને મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. માટે મતદાન અવશ્ય કરવા માટેની અપીલ પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details