- કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે આવ્યો ગરમાવો
- ETV Bharatની ટીમ પહોંચી ભૂજ તાલુકાના મમુઆરા ગામમાં
- ગામના લોકો કેવા સરપંચ ઈચ્છે છે તે અંગે કરી વાત
કચ્છઃ આ રવિવારે રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાશે. ત્યારે દરેક ઉમેદવારોએ પોતપોતાના ચુંટણીના પ્રચારપ્રસાર શરૂ કર્યા છે. ત્યારે ETV Bharatની ટીમ ભૂજ તાલુકાના મમુઆરા ગામમાં પહોંચી હતી, જ્યાં સૌથી વધુ ચાઈના ક્લેની ખાણો આવેલી છે. આ ગામમાં ગઈ ટર્મના સરપંચે ગામના લોકોને અનેક વિકાસના કાર્યોના (Development works in Mamuara village) વાયદાઓ કર્યા હતા, પરંતુ તે પૂર્ણ કર્યા નહતા ત્યારે આ ટર્મમાં ગામમાં 2 યુવા ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તો ગામના લોકો કેવા ઉમેદવારને મત (what kind of Sarpanch the people of Mamuara village want) આપશે. તે અંગે ETV Bharatએ ગામના લોકો (ETV Bharat team in Mamuara village of Bhuj taluka) સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચોઃGram Panchayat Election 2021 : આણંદ તાલુકાના સામરખા ગામમાં જામ્યો ચૂંટણીનો જંગ
નવા સરપંચ પાસેથી આરોગ્ય, શિક્ષણલક્ષી અને સ્વચ્છતાની સુવિધાઓની અપેક્ષા
ભૂજ તાલુકાના મમુઆરા ગામમાં 2,000થી 2,200 જેટલી વસ્તી છે. તથા 1,250 જેટલા મતદારો છે ત્યારે આ વર્ષ ગામના લોકોએ 2 યુવા ઉમેદવારોને સરપંચ પદ માટે ઊભા રાખ્યા છે. ગામમાં ખાસ કરીને પાયાની સુવિધાની વાત કરીએ તો, પાણી, ગટરલાઈન, રોડ લાઈટ જેવા વિકાસના કાર્યો (Development works in Mamuara village) થયા છે, પરંતુ વોર્ડ પ્રમાણે રસ્તાના કામ બાકી છે. નાના લોકોની રોજગારીના કામો છે. CCTV કેમેરાના કામો બાકી છે વગેરે આવનારો સરપંચ પૂર્ણ કરે તેવી માગ ગામના (Expect a new sarpanch)લોકોએ કરી છે.