- Gram Panchayat Election 2021ને ધ્યાનમાં રાખીને ETV ભારતે કરી સુખપર ગામની મુલાકાત
- નવા સરપંચ ગામમાં સીસીટીવી કેમેરાની સુવિધા પૂરી પાડે તથા ગટરના પ્રશ્નો ઉકેલે
- સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડે તેવો સરપંચ હોવો જોઈએ: ગામજનો
કચ્છ: કચ્છ જિલ્લાના ગામડાંઓમાં પણ Gram Panchayat Election 2021 નો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ભુજ તાલુકાનું સુખપર એ પટેલ ચોવીસીનું મોટું ગામ છે, જે હાલ જ વિભાજન થઇ ને બે ગ્રામ પંચાયતોમાં તબદિલ થયું છે. 20,000ની વસ્તી ધરાવતા આ ગામમાં 12,000 જેટલા મતદાતાઓ છે. સુખપર જુના વાસ અને મદનપુર એમ બે ગ્રામ પંચાયતમાં વિભાજન થયું છે જેથી મદનપુરની આ પ્રથમ ચૂંટણી છે. આ ગામની અંદર વિકાસના કાર્યો અગાઉના સરપંચોએ કરેલા છે પરંતુ હજુ પણ કેટલાક કામો બાકી છે તો આવનાર સરપંચ કેવો જોઇએ એ અંગે લોકોએ પોતાના વિચારો રજૂ (Reaction of voters from Sukhpar village ) કર્યા હતાં.
આવનારા સરપંચ ગટરની યોજનાઓ થકી ગટરલાઇનના પ્રશ્નો દૂર કરે
સુખપર ગામમાં શિક્ષણ,આરોગ્ય અને રોડ રસ્તા તથા પાણી જેવી પાયાગત સુવિધાઓ છે તો ગટર યોજના પણ છે, સુખપરની અંદર ચાર શાળાઓ આવેલી છે. સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળી રહે તો એવા પ્રયત્નો જરૂરી છે. સુખપર તથા મદનપુર ગામનો સરપંચ ગામના લોકોના મત અનુસાર આત્મવિશ્વાસવાળો હોવો જોઈએ. તો આ ગામમાં હજી પણ ગટરના પ્રશ્ને પણ છે તો આવનારો સરપંચ યોગ્ય રજૂઆતો કરીને જે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરેલી ગટર યોજનાઓ છે તે પૂર્ણ કરે તેવું ગામના વડીલોએ (Reaction of voters from Sukhpar village ) જણાવ્યું હતું.
ગામની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા લગાડવાની જરૂરિયાત: ગામજનો
આ ઉપરાંત આ ટર્મમાં રોટેશન મુજબ સરપંચ પદ માટે સામાન્ય મહિલા અનામતની સીટ છે ત્યારે ગામમાં મહિલાઓમાં આર્થિક અને સામાજિક પ્રશ્નો હોય તે આવનારા મહિલા સરપંચ દૂર કરે તથા જે પણ મહિલાઓ માટે સરકારી યોજનાઓ છે તેનો લાભ ગામની મહિલાઓ સુધી પહોંચે તેવા કાર્યો સરોઅંચ દ્વારા કરવામાં આવે તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગામમાં સીસીટીવી કેમેરાની જરૂરિયાત છે તો ગામમાં વિકાસના કાર્યોના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવામાં આવે તેવી ગામના લોકોની આવનારા સરપંચ પાસે (Reaction of voters from Sukhpar village ) માંગ છે.