- Gram Panchayat Election 2021ને ધ્યાનમાં રાખીને ETV ભારતે કરી માનકુવા ગામની મુલાકાત
- પંચાયતની નવી બોડી digitalization અને આધુનિક સુવિધાઓની ઉપયોગ કરે તેવી ગામજનોને આશા
- સરપંચ ભણેલો ગણેલો હોવો જોઈએ સાથે સાથે મિલનસાર રહીને સૌની સાથે ચાલે તેવો હોવો જોઈએ: ગામજનો
કચ્છ: માનકુવા ગામ કે જ્યાં શહેર જેવા જ વિકાસના કાર્યો થયા છે અને ગત ટર્મના સરપંચના નેતૃત્વમાં છેલ્લાં 5 વર્ષમાં અનેક વિકાસના કાર્યો થયા છે. રોડ, ગટરલાઇન, મંદિરો - મસ્જિદ, પોલીસ સ્ટેશન, પ્લવેર બ્લોક્સ વગેરે જેવા વિકાસના કાર્યો થયા છે. માનકુવા ગામમાં કુલ 20,000ની વસતી છે જેમાં 8,000 જેટલા મતદાતા છે. માનકુવા ગામમાં અનેક NRI લોકો પણ રહે છે.
પંચાયતમાં આધુનિકરણ હોવું જરૂરી છે: ગામના યુવાનો
ગામના યુવાનોનું માનવું છે કે ગામમાં પાણી, ગટર, રસ્તા જેવી પાયાની સુવિધાઓ તો છે જ, પરંતુ પંચાયતને ડિજિટલ થવાની જરૂર છે. આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરવાની જરૂર છે. ગામમાં નાની પ્રજાના નાના નાના કામો હોય તો દાખલ કઈ રીતે કઢાવવા એ અંગે કોઈ જાણકારી રહેતી નથી ત્યારે વોટસઅપના માધ્યમથી પંચાયતને જાણ કરવામાં આવે અને પંચાયત દ્વારા સોશિયલ મીડિયા મારફતે પ્રોસેસ કરવામાં આવે અને પંચાયત દ્વારા જ તેમને જાણ કરવામાં આવે કે આપનું કામ થઈ ગયું છે અને આગામી સરપંચ છે તે ભણેલ કરતા ગણેલ વધારે હોવો જોઈએ તેવું (Voters demand From Mankuva) ગામના યુવાનોનું કહેવું છે.
રસ્તાની ડસ્ટ ઉપાડવા માટે કોઈ મશીન હોવું જોઈએ
માનકુવા ગામમાં હાઈ વે પસાર થતો હોવાથી 24 કલાક વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે. જેનાથી ગામમાં ડસ્ટ બહુ ઊડતી હોય છે અને લોકોને પરેશાન કરતી હોય છે. ત્યારે જો રસ્તા સાફ કરવા માટે વોકયુમ મશીન હોય કે જેનાથી રસ્તાની ડસ્ટ સાફ થઈ શકે. આમ તો ગામમાં સફાઈ માટે ટ્રેકટર આવે જ છે, કચરો ઉપાડવા માટે પરંતુ ડસ્ટ ઉપાડવા માટે કોઈ મશીન હોવું જોઈએ તેવું ગામજનો (Reaction of voters from Mankuva village) ઈચ્છી રહ્યાં છે.
પાણી રિચાર્જ કરી શકાય તેવી સુવિધા વિકસાવવાની માગ
આ ઉપરાંત પાણીની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો પાણીની વ્યવસ્થા ગામમાં સારી છે. પરંતુ પાણી પૂરતું અને સારા પ્રેશરથી આપે તો લાઈટ પણ બચે અને પાણી પણ બચે. ઉપરાંત ગામમાં જેટલા બોર અને કૂવા છે તે પ્રમાણે જે સંસ્થા રિચાર્જીંગનું કરે છે. તે આખા ગામનું સર્વે કરે (Voters demand From Mankuva) અને આ પાણીનો જેમાં ઉપયોગ થાય છે નાવા-ધોવામાં, ખેતીમાં ,પીવામાં એનાથી 10 ગણું રીચાર્જ કરીશું તો 50 વર્ષ પછી આપણે પાછા લેવલ ઉપર આવી શકીશું અને સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે. પાણીની સમસ્યા દૂર નહીં થાય તો વિકાસના કાર્યો નહીં થાય.