કચ્છ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે અગિયારમો પદવીદાન સમારોહ (Graduation Ceremony of Kutch University)યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત અને રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોર વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતાં. યુનિવર્સિટી દ્વારા વિવિધ 8 વિદ્યાશાખાના 6296 છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 18 છાત્રોને સુવર્ણ ચંદ્રક એનાયત કરાયા હતાં. ડાયસ પર બિરાજનારાં મહાનુભાવોમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજા અને રજિસ્ટ્રાર ડૉ.ઘનશ્યામ બુટાણી પણ ભારતીય પરંપરાગત પોશાક સાથે માથા પર પરંપરાગત પાઘડી પહેરી હતી. દીક્ષાંત છાત્રો અને ઈસી મેમ્બર સહિતના તમામ મહાનુભાવો ઝભ્ભો અને કુર્તો ધારણ કરી ઝભ્ભા પર ખાસ સુતરાઉની કચ્છી સંસ્કૃતિ દર્શાવતી કોટી પહેરી હતી.
દીક્ષાંત સમારોહમાં સંપૂર્ણ ભારતીય પરિધાન ધારણ કરાયું - ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે અગિયારમાં કોન્વોકેશનમાં (Graduation Ceremony of Kutch University)બ્રિટિશ ડ્રેસકોડ ફગાવાયો હતો અને પરંપરાગત વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે, યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં વર્ષોથી ચાલતીઆવતી પરંપરા અનુસાર દીક્ષાંત છાત્રો અને ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવો બ્રિટિશ ગાઉન અને માથા પર મોર્ટારબોર્ડ વિશિષ્ટ કેપ પહેરતાં હોય છે. પરંતુ, કચ્છ યુનિવર્સિટીએ બ્રિટિશ ડ્રેસકોડને ફગાવી (British dress code) દઈ આ દીક્ષાંત સમારોહમાં સંપૂર્ણ ભારતીય પરિધાન ધારણ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચોઃ કચ્છનાં PhD સ્કોલર ઈઝરાયલમાં જઈને વગાડશે ભારતનો ડંકો