ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ જિલ્લામાં સોના-ચાંદી મંડળે લેટેસ્ટ ડિઝાઈનો માટે એક્ઝિબિશન યોજ્યું

કચ્છ જિલ્લામાં સોના-ચાંદી મહામંડળ દ્વારા માધાપરના યક્ષ મંદિરમાં એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ગુજરાતભરના સોના-ચાંદીના વેપારીઓ, કારીગરો, હોલસેલરો વગેરે ભાગ લેવા આવ્યા હતા

લેટેસ્ટ ડિઝાઈનોથી અવગત થવાનો હેતુ
લેટેસ્ટ ડિઝાઈનોથી અવગત થવાનો હેતુ

By

Published : Mar 28, 2021, 3:35 PM IST

Updated : Mar 28, 2021, 7:48 PM IST

  • ગુજરાતભરના સોના-ચાંદીના વેપારીઓએ લીધો ભાગ
  • જાહેર જનતા એક્ઝિબિશનનો લાભ લઈ શકશે નહીં
  • લેટેસ્ટ ડિઝાઈનોથી અવગત થવાનો હેતુ

કચ્છ: જિલ્લાના એક્ઝિબિશનમાં રાજ્યપ્રધાન વાસણભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા. વાસણભાઇ આહિરનું આયોજકો દ્વારા તલવાર આપી અને કચ્છી પરંપરાથી સન્માન કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનનો ઉદ્ઘાટન વાસણભાઈ આહિરના હસ્તે કરાવીને આ એક્ઝિબિશનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:હોંગકોંગ જ્વેલરી એક્ઝિબિશન રદ્દ, દેશના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 500 ઉદ્યોગપતિઓને અસર

જાહેર જનતા એક્ઝિબિશનનો લાભ લઈ શકશે નહીં

એક્ઝિબિશનની અંદર કુલ 48 સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સોના-ચાંદીના વેપારીઓની સાથે હથિયારો-તિજોરી જેવા અનેક સોના-ચાંદીને લગતા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ એક્ઝિબિશનમાં માત્ર વેપારીઓ, હોલસેલરો કારીગરો અને આમંત્રિત લોકો જ ભાગ લીધો હતો. જનરલ પબ્લિક આ એક્ઝિબિશનનો લાભ લઈ શકશે નહીં.

ગુજરાતભરના સોના-ચાંદીના વેપારીઓએ લીધો ભાગ

આ પણ વાંચો:ગુજરાતમાં પ્રથમવાર વર્ચુઅલ ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશન યોજાશે

લેટેસ્ટ ડિઝાઈનોથી અવગત થવાનો હેતુ

આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ લેટેસ્ટ ડિઝાઈનો તથા શહેરના મોટા વેપારીઓ સાથે કંઈ રીતે વ્યવહાર કરી શકાય, કંઈ નવી-નવી ડિઝાઈન બનાવી શકાય અને કંઈ રીતે ઉત્પાદન વધારી શકાય વગેરે જેવી બાબતોના હેતુ અર્થે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Last Updated : Mar 28, 2021, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details