કચ્છઃ કચ્છનું પાટનગર એટલે ભુજ લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. અગાઉ ભુજ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું જ્યારે આજે વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે અને 56 ચોરસ કિલોમીટરમાં ભુજ વિસ્તરી ગયું છે. ત્યારે 2021માં ભુજમાં અનેક વિકાસના કાર્યો થયા ત્યારે 2022માં પણ ભુજ નગરપાલિકા (Bhuj Municipal Corporation ) દ્વારા નગરજનોને અનેક વિકાસના કાર્યોની ગિફ્ટ મળશે (Gift of Bhuj development works ) તેવો દાવો ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કર્યો છે, ત્યારે આ પાટનગરને મહાનગર પાલિકા તરીકે જાહેર કરવામાં આવે તેવી લોક લાગણી પણ ઉઠી છે.
ભુજમાં અનેક વિકાસના કાર્યો થશે જેમાં અનેક જોવાલાયક સ્થળોનો પણ ઉમેરો થશે
હાલ ભુજ વશહેરનાં જોવાલાયક મુખ્ય સ્થળોમાં કચ્છ મ્યુઝિયમ,હમીરસર તળાવ,જમાદાર ફતેહમામદનું ખોરડું, છતરડી,સ્વામીનારાયણ મંદિર,દરબાર ગઢ, આયના મહેલ, ત્રિમંદિર,ટપકેશ્વરી,ભુજિયો ડુંગર,ખેંગારજી પાર્ક, લખોટો (રાજેન્દ્ર બાગ), દાદાદાદી પાર્ક, હિલ ગાર્ડન,રુદ્રમાતા,સુરલભીટ્ટ,રામકુંડ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે આવનારા 1 વર્ષમાં ભુજમાં અનેક વિકાસના કાર્યો થશે જેમાં અનેક જોવાલાયક સ્થળોનો પણ ઉમેરો થશે.
2022ના ઉનાળામાં ભુજની જનતાને એકાંતરે પાણી મળશે
ભુજમાં હાલ તમામ વોર્ડમાં પાયાગત સુવિધાઓ તો ઉપલબ્ધ જ છે પાણીની વાત હોય, ગટરની વાત હોય કે પછી રોડ લાઇટની વાત હોય તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તથા રોડ રસ્તાની વાત કરવામાં આવે તો આવનારા સમયમાં રોડ રીપેરીંગ તથા નવા રોડ બનાવવા માટેના કાર્યો પણ કરવામાં આવશે. ઉપરાંત 2022ના ઉનાળામાં ભુજની જનતાને એકાંતરે પાણી મળશે. ભુજ શહેરમાં 35 કરોડના ખર્ચે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે શિવકૃપાનગર તથા નવી રાવલવાડી ખાતે ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે.
8 કરોડના ખર્ચે હમીરસર તળાવની સુંદરતા
ભુજની સ્થપના લઈને અત્યારસુધીમાં ભુજે અનેક કુદતી આપતીનો સામનો કર્યો છે. ભુજમાં ભૂકંપ ,અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો સામનો કરી ચુક્યો છે.જેમાં 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી.એક સમયે એવું લાગી રહ્યું હતું હવે ભુજ ક્યારેપણ બેઠું નહિ થાય અને આજે ભુજ 2001ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે. ત્યારે ભુજના હૃદય સમાન હમીરસર તળાવની સુંદરતાનું કાર્ય પણ 8 કરોડના ખર્ચે 2022માં પૂર્ણ થઈ જશે. જેના ભાગરૂપે મહાદેવ નાકાથી રામધૂન સુધી હમીરસરની પાળી ઉપરાંત ફૂટપાથને આવરી લેતી દીવાલ બનાવવામાં આવશે, જેથી ફૂટપાથ ઉપર લારી ગલ્લાવાળા દ્વારા દબાણોની સમસ્યા નહીં રહે. જે ફૂટપાથ ઉપર પ્રવાસીઓને આકર્ષવા બેઠક વ્યવસ્થા, લાઈટિંગ સહિતનું કામ કરવામાં આવશે.
2 કરોડના ખર્ચે મંગલમ ચાર રસ્તાથી લેકવ્યુ હોટલનું થશે beautification
ઉપરાંત મંગલમ ચાર રસ્તાથી લેકવ્યુ હોટલ સુધી પણ પ્રવાસીઓને આકર્ષવા 2 કરોડના ખર્ચે beautificationનું કાર્ય કરવામાં આવશે. હમીરસર પાસેના સત્યનારાયણ મંદિરથી રામકુંડ સુધી જવા માર્ગ બનાવવામાં આવશે. જે માર્ગ હમીરસરની આવ ઉપર બનેલા પુલિયા સાથે જોડી દેવામાં આવશે, જેમાં પણ બેઠક વ્યવસ્થા ઉપરાંત લાઈટિંગનું કામ થશે.રઘુનાથજીનો આરો અને પાવડી પણ આવરી લેવાશે રામ મંદિર પાસે હમીરસર તળાવ પૂરેપૂરું ભરાયું કે નહીં તેની નિશાનીઓ સાથે બનેલા રઘુનાથજીના આરા અને પાવડીમાં પણ સુશોભન કરાશે.