કચ્છઃ હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે આજે દિવસભર વાદળછાયું વાતાવરણ બની રહેશે તેમજ અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં છૂટાછવાયા વાદળોથી ક્યાંક વરસાદી ઝાપટાં વરસી શકે છે. કચ્છમાં વહેલી સવારથી જ ધૂમમ્સ ભર્યું વાતાવરણ(Temperature in Gujarat) જોવા મળી રહ્યું છે તો આજે પૂરો દિવસ વાદળછાયું વાતાવરણ બની રહેશે તેવું હવામાન વિભાગના(Meteorological Department in Gujarat) અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્યમાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાની શક્યતાઓ
રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો ફરી નીચે ઉતર્યો હતો.રાજ્યના શિત મથક નલિયાની વાત કરીએ તો આજે 10.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના જિલ્લાઓમાં 10 ડિગ્રીથી 15 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. તો ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે જેના પગલે ઠંડી પણ વધારે અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદના(Unseasonal Rains In Gujarat) ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત હળવા પવન સાથે વરસાદ વરસતા(General Rainfall forecast) રાજ્યના જિલ્લાઓમાં વાતાવરણ ઠંડુગાર(Cold Temperature in Gujarat) બન્યું હતું. તેમજ ધરતીએ ધુમ્મસની ચાદર ઓઢી હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.