ગુજરાત

gujarat

ETV Bharat / state

Ganesh Pandals in Bhuj : ભુજ શહેરમાં વિવિધ સ્થળોએ 40 પંડાલમાં ગણેશોત્સવનું આયોજન - Ganesha Pandal on Various Themes

ભુજ શહેરમાં વિવિધ કોલોનીના કમ્પાઉન્ડમાં અને ફળિયામાં ગણેશજીના આગમનની ઉજવણી થશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 27 અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 13 જેટલી અરજીઓ આવી છે. જેમને મોટા આયોજન અને પંડાલ માટે મંજૂરી આપવામાં આવી છે.

Ganesh Pandals in Bhuj : ભુજ શહેરમાં વિવિધ સ્થળોએ 40 પંડાલમાં ગણેશોત્સવનું આયોજન
Ganesh Pandals in Bhuj : ભુજ શહેરમાં વિવિધ સ્થળોએ 40 પંડાલમાં ગણેશોત્સવનું આયોજન

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 9:38 PM IST

ગણેેશોત્સવના મોટા આયોજન

ભુુજ : આવતીકાલે ગણેશ ચતુર્થીના દિવસથી શહેરભરમાં વિવિધ કોલોનીના કમ્પાઉન્ડમાં અને ફળિયામાં ગણેશજીના આગમનની ઉજવણી શરૂ થશે. ગણેશોત્સવમાં વિવિધ સાર્વજનિક મંડળો 3 થી 11 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજમાં મોટા આયોજન કે જે લોકો સાર્વજનિક રીતે ગણેશોત્સવની ઉજવણી કરતા હોય છે તેમને પોલીસ વિભાગની પરવાનગી લેવાની હોય છે. ત્યારે આ વર્ષે તેવી અંદાજે 40 જગ્યાએ વિવિધ થીમ પર ગણેશજીનું સ્થાપન કરવામાં આવશે.

શહેરમાં 40 સ્થળોએ ગણેશ પંડાલનું આયોજન : ભુજમાં ગણેશ ચતુર્થીને લઈને જે આયોજન થાય છે તેના માટે પોલીસની પરવાનગી તેમજ સ્પીકર ઉપયોગ માટે પણ મંજૂરી લેવાની હોય છે. આ આયોજનની મંજૂરી માટે ભુજ વિસ્તારમાં વિવિધ 40 જેટલા વિવિધ મંડળોએ અરજી કરી હતી. ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 27 અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 13 જેટલી અરજીઓ આવી છે.જેમને મોટા આયોજન અને પંડાલ માટે મંજૂરી આપવામાં આવી છે.

પોલીસ પરવાનગી સહિત આયોજન

ઘેર ઘેર અને શેરીઓમાં ઉત્સવોનું આયોજન :જોકે મોટા આયોજન સિવાય પણ શહેરમાં ઘેર ઘેર અને શેરીઓમાં નાના પાયે ઉત્સવોનું આયોજન પણ મોટી સંખ્યામાં થયું હોય છે. 19મીથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ માટે શહેરમાં મોટાપાયો વિવિધ યુવક મંડળો તૈયારીકરતાં જોવા મળ્યાં છે. ભુજમાં સંતોષી માતાના મંદિરથી જયુબિલી સર્કલ સુધીના રોડની બંને બાજુએ અન્ય રાજ્યોથી મૂર્તિઓ વચવા આવેલા લોકો પણ આતુરતાથી લોકો ગણેશજીની મૂર્તિઓ ખરીદીને તેમની સ્થાપના કરે તે માટે રાહ જોઈ રહ્યા છે. ગણેશ મંડળો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, સંતવાણી, કથા, મહાઆરતી, આનંદ મેળા પણ યોજાશે.

પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા સતત 15માં વર્ષે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 7 દિવસ સુધી વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.દરરોજ 8 વાગ્યે મહાઆરતીનું આયોજન, બાળકો માટે આનંદ મેળો, સાંસ્કૃતિક પ્રોગ્રામ, નાટ્યના , નૃત્યના, સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.તો પ્રખ્યાત લોક સાહિત્યકાર હરેશ દાન ગડવી અને ભજનીક દેવરાજ ગઢવી (નાનો ડેરો) કે જે કચ્છ કોહીનુર તરીકે ઓળખાય છે તેમના સૂરે ભવ્ય સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.તો સમગ્ર ભુજ અને કચ્છની જનતાને અહીં દર્શનાર્થે આવવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે...અર્પણ ઠકકર (શ્રી પાતાળેશ્વર યુવક મંડળ)

11 દિવસ સુધી ગણેશજીની સ્થાપના : છેલ્લાં 23 વર્ષોથી ભુજની સૌથી લોકપ્રિય અને ઊંચી મૂર્તિ પધરાવી ધર્મભાવ સાથે 11 દિવસ સુધી ટીન સિટીમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા વિશાળ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી ધામધૂમથી વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. તો આ ઉપરાંત પ્રમુખસ્વામી નગર, આરટીઓ રીલોકેશન,ભીડ ફળિયા, સંસ્કાર નગર, સરકારી વસાહત, વ્યાયામશાળા ગ્રાઉન્ડ, ઉમેદ નગર, નાગર ચકલા, જૂની રાવલવાડી, રઘુવંશી નગર, મહાદેવ ગેટ વગેરે જેવી અનેક જગ્યાએ મોટા આયોજન કરવામાં આવ્યા છે.

  1. Ganesh Mahotsav 2023: અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે શહેરમાં 46 કુંડ તૈયાર કરાશેઃ AMC
  2. Ganeshotsav 2023 : પાટણમાં ગણેશ ઉત્સવને લઈને શ્રીજીની મૂર્તિઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ, ભાવ કેટલો વધ્યો જૂઓ
  3. Surat News : નાઈટપાર્ટી કે રીલ્સલાઇફમાં નહીં, સુરતના યુવાનો પરંપરાગત ઢોલવાદનની ' ભક્તિ " માં વ્યસ્ત, ઉચ્ચશિક્ષિતો છે સામેલ

ABOUT THE AUTHOR

...view details