Eco-friendly Ganpati idols કચ્છ : ભુજમાં ગણપતિજીની મૂર્તિઓ બનાવવા આવેલા વેપારીઓની વાત કરવામાં આવે તો, ભુજમાં સંતોષી માતાના મંદિર પાસે દર વર્ષે માર્ગની બંને તરફ વેપારીઓ ગણપતિ દેવની જુદી જુદી આકર્ષક મૂર્તિઓ બનાવતા હોય છે અને ગ્રાહકોની માંગ મુજબ સુશોભિત કરીને વેંચાણ પણ કરતા હોય છે. દર વર્ષે 150 જેટલા વેપારીઓ મૂર્તિના વેંચાણ અર્થે અહી આવતા હોય છે પરંતુ આ વખતે વેપારીઓની સંખ્યા ઘટી ગઈ છે સાથે મૂર્તિઓ પણ આ વખતે પ્રમાણમાં ઓછી આવી છે.
Eco-friendly Ganpati idols સુશોભિત મૂર્તિઓની માંગ વધારે :રાજસ્થાનથી કચ્છ આવેલા મૂર્તિકારો દ્વારા આ વર્ષે સૌ કોઈની નજર ખેંચે તેવી મૂર્તિઓ સુશોભિત કરવામાં આવી રહી છે અને એ પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ છે. ખાસ કરીને માટી માંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ પર અમુક જ જગ્યાએ માત્ર થોડોક જ રંગ કરવામાં આવ્યો છે. જ્યારે મૂર્તિના બાકીના ભાગોમાં રંગબેરંગી મોતીવર્ક, સ્ટોન વર્ક અને આભલા અને મીરર વર્ક કરવામાં આવ્યું છે જેથી કરીને મૂર્તિનું આકર્ષણ પણ વધી રહ્યું છે. ગ્રાહકો આ મૂર્તિઓ લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે તો પોતાની ઈચ્છા મુજબ ગણેશજીની મૂર્તિઓમાં સુશોભન પણ કરાવી રહ્યા છે.
"દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક લોકો રાજસ્થાનથી ગણપતિની મૂર્તિઓ બનાવીને વેંચવા આવ્યા છીએ. આ વર્ષે સુશોભન કરેલી મૂર્તિઓનું બુકિંગ વધારે થઈ રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ કે જે માત્ર માટીથી બનેલી છે અને તેના પર સુશોભન કરવામાં આવ્યું છે. તો અન્ય ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પણ તેના પર વિવિધ રંગો કરીને તેને સુશોભિત કરવામાં આવ્યું છે તેની માંગ પણ સારી રહેતી હોય છે."- મૂળ રાજસ્થાની કારીગર લક્ષ્મણ મારવાડા
બજારમાં મંદીના કારણે બુકિંગ ઓછું :માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓની ખાસ સાવચેતી રાખવી પડે છે તેને બનાવવામાં તેને એકથી બીજા સ્થળે લઈ જવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વિસર્જન સમયે સહેલાઈથી પાણીમાં ઓગળી જાય છે માટે લોકો પર્યાવરણની સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આ વર્ષે બજારમાં થોડીક મંદી પણ જોવા મળી રહી છે. છેલ્લાં થોડાંક વર્ષોથી જે રેગ્યુલર ગ્રાહકો છે તેઓ પોતાની મૂર્તિ પસંદ કરી અને બુકિંગ કરવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં માત્ર 8થી 10 મૂર્તિનું જ બુકિંગ થયેલું છે.
Eco-friendly Ganpati idols 1 ફૂટથી 3 ફૂટ સુધીની આકર્ષક મૂર્તિઓ :લક્ષ્મણ ભાઈ ગણેશજીની બે પ્રકારની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ લાવ્યા છે. જેમાં 1 ફૂટથી કરીને 3 ફૂટ સુધીની મૂર્તિઓ છે. જેમના ભાવ જણાવતા તેમને જણાવ્યું હતું કે, 500 રૂપિયાથી લઈને 7000 રૂપિયા સુધીની મૂર્તિઓનું વેંચાણ તેઓ કરી રહ્યા છે. જેમાં ગ્રાહકોની માંગ મુજબ પણ મૂર્તિઓ પર કામ કરવામાં આવે છે. આગામી સમયમાં ભક્તોની સંખ્યામાં વધારો થાય અને વેંચાણ વધે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
- Ganesh Chaturthi 2023 : કાશીના દ્રશ્યો સર્જાયા સુરતમાં, ગણતરીના કલાકો માટે લાખો રૂપિયાનો ખર્ચ, જાણો કેમ છે ખાસ
- Ganesh Utsav 2023 : ગણપતિની અવનવી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી મહિલાઓ બની આત્મનિર્ભર