- દેશના જુદા-જુદા રાજયોમાંથી કલાકારો આ ગાંધી શિલ્પ બજારમાં ઉમટ્યાં
- કારીગરોને સરકાર દ્વારા દરરોજના 300 રૂપિયા ચુકવવામાં આવશે
- 21 માર્ચ સુધી ચાલનારી ગાંધી શિલ્પ બજાર બપોરના 1થી 9 વાગ્યા સુધી રહેશે ખુલ્લી
- કલેક્ટર,પદ્મશ્રી એવોર્ડ વિજેતા, KBCમાં કર્મવીર તરીકે ચમકેલા તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ રહ્યાં
કચ્છઃજિલ્લા ભુજ શહેરના ભુજ હાટખાતે 10 દિવસ સુધી ગાંધી શિલ્પ બજારનું આચોજન કરવામાં આવ્યું છે. દેશના અન્ય રાજ્યોની હસ્તકલા કારીગરીનું પ્રદર્શન તથા વેચાણ ભુજ હાટ ખાતેના ગાંધી શિલ્પ બજારમાં થશે. કલેક્ટર પ્રવિણાબેને ગાંધી શિલ્પ બજારનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટરે પ્રદર્શનનું ઉદઘાટન કર્યા બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા અબ્દુલ ગફૂર ખત્રી, તાજેતરમાં જ KBCમાં કર્મવીર તરીકે ચમકેલા પાબીબેન બેન રબારી, ડેવલોપમેન્ટ કમિશ્નર હેન્ડીક્રાફ્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રવિ ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. પી. ડેર તથા નાબાર્ડના DDM નીરજ કુમાર અને દાદુજી સોઢા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃકચ્છઃ ભુજ હાટ ખાતે એક્ઝિબિશનનું કરાયું આયોજન
શિલ્પ બજાર 21મી માર્ચ સુધી ચાલશે
21મી માર્ચ સુધી ચાલનારી આ શિલ્પ બજારનો સમય બપોરે 1થી રાત્રીના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. સંચાલકો, આયોજકો તથા કલેક્ટર દ્વારા ભુજ શહેરની જનતા આ ગાંધી શિલ્પ બજારની મુલાકાત લેવા આવે તથા જુદી જુદી જાતની કળાઓ નિહાળવા આવે તે માટેની અપીલ કરવામાં આવી હતી.
આવતા વર્ષે 100ના બદલે 200 સ્ટોલ ઉભા કરવાની તંત્રની તૈયાર