કચ્છહિન્દી ફિલ્મોમાં અનેક વખત સાંભળ્યું છે કે, કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ. આ જ વાત સાચી સાબિત થઈ છે કચ્છમાં. અહીં આદિપુર પોલીસે (adipur police station news) મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી 18 જુગારીઓની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે 2.05 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનું વિચારી રમતા હતા જુગાર આ તમામ જુગારીઓ એમ જ સમજતા હતા કે, પોલીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં (narendra modi kutch visit) વ્યસ્ત છે. તેમની આ જ ગેરસમજ તેમને ભારે પડી ને પોલીસે બાતમીના આધારે તેમને ઝડપી (gamblers arrested in kutch gujarat) પાડ્યા હતા.
પોલીસને મળી હતી બાતમી પૂર્વ કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનના (adipur police station news) PSI એસ. એસ. તિવારીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનનો (adipur police station news) સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હરજી રાણશી ગઢવીના રહેણાક મકાનમાં જુગાર રમવાના સ્થળ પર દરોડા પાડ્યા હતા. અહીં જામ દેવરાજભાઈ ગઢવી બહારથી હારજીતનો જુગા૨ ૨માડતો હતો. તો પોલીસે દરોડા પાડી 18 જુગારીઓને રંગેહાથ ઝડપી (gamblers arrested in kutch gujarat) પાડ્યા હતા.