કચ્છ:ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ એટલે પતંગ રસિયાઓનો તહેવાર. મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ તૈયારીઓમાં લાગી જાય છે અને આજે એ દિવસ આવી ગયો છે. ભુજના આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળ્યા હતા. બીજી બાજુ જ્યારે આગામી સમયમાં કચ્છના સફેદ રણમાં જી-20 ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે જે ખરેખર જિલ્લા માટે મહત્વપૂર્ણ બાબત કહી શકાય. જી-20ના 20 દેશોના પ્રવાસન વિભાગ ઉપરાંત 4 મોટી સંસ્થા દ્વારા આગામી ફેબ્રુઆરીમાં ભારતમાં બેઠકોનો દૌર ચાલશે. આગામી 8થી 10 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે 20 દેશના પ્રતિનિધિઓની પ્રવાસન ક્ષેત્રે સમીટ યોજાશે.
ત્રણ રંગના અલગ અલગ 7 ફૂટના પતંગો ચગાવવામાં આવ્યા:ફેબ્રુઆરીમાં કચ્છના સફેદ રણમાં G-20 સમીટ યોજાવાની છે. કચ્છના સામાન્ય માણસોમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છના સફેદ રણ ધોરડો ખાતે આગામી 8 થી 10 ફેબ્રુઆરી દરમ્યાન પ્રવાસન વિષય પર આંતરરાષ્ટ્રીય સમીટ યોજાવાની છે.જેમાં કચ્છની કલા સંસ્કૃતિને 20 દેશના પ્રતિનિધિઓ સમક્ષ ઉજાગર કરવામાં આવશે. ત્યારે ભુજના પતંગબાજ જયેશભાઈ સિસોદિયાએ G-20 સમીટ થીમ પર કેસરી સફેદ લીલો એમ ત્રણ રંગના અલગ અલગ 7 ફૂટના પતંગો ચગાવવામાં આવ્યા હતા.
50 વર્ષોથી કચ્છ કલા કાઈટ ગ્રુપ:માંડવીના પતંગ રસીક જયેશભાઈ સિસોદિયાએ છેલ્લા એક દાયકાથી અવનવા પતંગ બનાવવા પાછળ અત્યાર સુધીમાં અઢી લાખનો ખર્ચ કર્યો છે. તો મકરસંક્રાતિ 2022માં જમ્બો ફાઈટર પતંગ બનાવવા માટે સિંગાપુરથી મંગાવેલ કાપડમાંથી 4 દિવસની મહેનત બાદ પતંગ બનાવ્યો હતો. આજે મકરસંક્રાંતિ 2023ના પર્વે પતંગબાજ જયેશભાઈ સિસોદિયા દ્વારા ભુજના આકાશમાં G-20 સમીટ થીમ પર પતંગ ચગાવવામાં આવ્યો હતો. છેલ્લાં 50 વર્ષોથી કચ્છ કલા કાઈટ ગ્રુપ ચલાવે છે.