ગુજરાત

gujarat

ETV Bharat / state

G20 Summit India: સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભવો અભિભૂત

કચ્છના ધોરડોમાં જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જે વિદેશી મહાનુભવોએ નિહાળ્યા હતા. આ સમયે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય પ્રધાનોએ ખાસ હાજરી આપી હતી.

G20 India: ધોરડોમાં જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત
G20 India: ધોરડોમાં જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત

By

Published : Feb 8, 2023, 11:14 AM IST

કચ્છના:ધોરડોમાં જી-20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય પ્રધાનની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.

ધોરડોમાં જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત

કાર્યક્રમ યોજાયો:કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી. કિશન રેડ્ડી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર,પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યાસ્ત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો. ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના રંગો પથરાયા હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું.

આ પણ વાંચો G20 Meeting in Kutch : વિદેશી મહેમાનો સફેદ રણમાં આકાશ ગંગાનો નજારો જોઈ થશે પ્રભાવિત

વસુધૈવ કુટુમ્બકમ" નૃત્ય છવાયું:જય જયગુજરાત ગીત અને નૃત્યથી આ રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. મહિલાઓએ કચ્છી ગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિ અને કલાને વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા મહેમાનો સમક્ષ ઉજાગર કરી હતી. બાદમાં મહિલાઓના વૃંદે રજૂ કરેલી નર્મદા અષ્ટકમની પ્રભાવશાળી પ્રસ્તુતિએ ઉપસ્થિત સર્વના મન મોહી લીધા હતા. સીદીઓના ધમાલ નૃત્ય બાદ જી-20ના લોગો "વસુધૈવ કુટુમ્બકમ"ની થીમ પર વિવિધ કલાકારોએ નૃત્ય રજૂ કર્યું, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું.

આ પણ વાંચો Jain Diksha in Kutchh: કચ્છમાં એક જ પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે

સ્ટેજ પર બહુમાન:આ નૃત્યને અતુલ્ય પ્રતિભાવ મળ્યો હતો. વિદેશ મંત્રાલયના ડી. ડી.જી., આઈ.સી.સી.આર. અભયકુમાર તેમજ અન્ય મહાનુભાવોએ આ ગ્રુપના કલાકારોને સ્ટેજ પર જઈને બિરદાવ્યા હતા. આ અવસરે ભવ્ય આતશબાજી પણ કરાઈ હતી. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે, ગાલા ડિનરમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ પણ વિદેશી મહેમાનોને પીરસવામાં આવી હતી. આ વાનગીઓ બનાવનારા કલકત્તા તેમજ વિદેશના બે શેફનું સ્ટેજ પર બહુમાન કરાયું હતું.

વિવિધ અધિકારીઓ ઉપસ્થિત:આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સચિવ અરવિંદસિંઘ, કેન્દ્રીય નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, રાજ્યના પ્રવાસન સચિવ હારિત શુક્લ, ગુજરાત પ્રવાસન વિભાગના મેનેજીંગ ડિરેકટર આલોક પાંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details