કચ્છ: હમણા સુધી લોકો કચ્છના રણને લઇને લોકો મુલાકાત લેતા હતા. પરંતુ હવે કચ્છમાં ઘણી બધી એવી વસ્તુઓ વિકસિત કરવામાં આવી કે, જેના કારણે કચ્છની મુલાકાત લઇ રહ્યા છે. જી-20 સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના આવી ગયા છે. ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.
જી-20 સમિટના ડેલીગેટસનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને કરાયું સ્વાગત ઉદ્ઘાટન કરશે:8 ફેબ્રુઆરી (આજે) બુધવારના દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન પુરષોત્તમ રૂપાલા TWGનું (tourism working group g20) ઉદ્ઘાટન કરશે. તે પછી ગ્રીન ટુરીઝમ, ડીજીટલાઇઝેશન, સ્કીલ, ટુરીઝમ એમએસએમઇ અને ડેસ્ટીનેશન મેનેજમેન્ટ એમ પાંચ પ્રાથમિકતા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવશે.
જી-20 સમિટના ડેલીગેટસનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને કરાયું સ્વાગત આ પણ વાંચો G20 Meeting in Kutch : વિદેશી મહેમાનો સફેદ રણમાં આકાશ ગંગાનો નજારો જોઈ થશે પ્રભાવિત
ઝલક રજૂ કરવામાં આવી:કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારીઓને શ્વેતરણમાં મીઠેરો આવકાર આપવામાં આવ્યો હતો. ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા નીકળેલા ડેલીગેટસના માનમાં વોચ ટાવરથી સનસેટ પોઇન્ટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કલા રજૂ કરી હતી.
જી-20 સમિટના ડેલીગેટસનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને કરાયું સ્વાગત આ પણ વાંચો G20 Summit India: કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ, કચ્છના રણમાં યોજાશે G-20 બેઠક
સોનેરી સંધ્યા માણી:રોડના શૉના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા- ગમેલા, કચ્છી કાફી તેમજ કચ્છની ગ્રામીણ વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ કચ્છી લોક નૃત્યને રજૂ કર્યું હતું. કેમલ સફારી સાથે કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને નિહાળીને ડેલિગેટસે આનંદ અનુભવ્યો હતો. સફેદ રણમાં આથમતા સૂરજની સોનેરી સંધ્યા વચ્ચે વિવિધ દેશના પ્રતિનિધિઓએ સેલ્ફી લઈને સફેદ રણની મજા માણી હતી.
જી-20 સમિટના ડેલીગેટસનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને કરાયું સ્વાગત આ પણ વાંચો Mock G-20 Summit: કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ યોજી મોક G-20 સમીટ
વસુધૈવ કુટુમ્બકમની ભાવના:સફેદ રણ ખાતે સીદી ધમાલની કૃતિ રજુ કરી હતી. તો સ્થાનિક કલક્રો દ્વારા સ્થાનિકકલા અને સંગીત પ્લે કરવામાં આવ્યું હતું. તો G20ના લોગોનું ફટાકડા સ્વરૂપે પ્રદર્શન કરવામાં આવ્યું. અનેક જગ્યાએ સેલ્ફી પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના પ્રસરે તે માટે પણ ડાન્સ મારફતે પ્રયત્ન કરવામાં આવ્યું હતું.