કચ્છ: ગુજરાતનાં કચ્છનાં રણના ધોરડો ખાતે યોજાયેલી પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકમાં 100થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. ભારતનાં જી-20નાં પ્રમુખપદ દરમિયાન પ્રવાસન ક્ષેત્રમાં પ્રાથમિકતા ધરાવતાં પાંચ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે, જે પ્રવાસન ક્ષેત્રની સંક્રાંતિને વેગ આપવા માટે મુખ્ય નિર્માણ એકમોની રચના કરશે અને વર્ષ 2030ના સ્થાયી વિકાસ લક્ષ્યો માટેનાં લક્ષ્યાંકો હાંસલ કરશે.
પેનલ ડિસ્કશન:જી20 અંતર્ગત પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક 'સામુદાયિક સશક્તીકરણ અને ગરીબી નાબૂદી માટે ગ્રામીણ પ્રવાસન' પર પેનલ ડિસ્કશનના સહકાર્યક્રમ સાથે આજે શરૂ થઈ હતી. આજના આ સહકાર્યક્રમમાં કેન્દ્રીય સાંસ્કૃતિક, પ્રવાસન અને ઉત્તર-પૂર્વી પ્રદેશ વિકાસ વિભાગના પ્રધાન જી. કે. રેડ્ડીએ મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.
જી-20નું પ્રમુખપદ સંભાળવું એ ભારત માટે સન્માન:પેનલ ડિસ્કશનમાં ઇન્ડોનેશિયા, ઇટાલી, સ્પેન, જાપાન, યુએનઇપી સાથે આઇએલઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભારતમાંથી ઓયો અને ગ્લોબલ હિમાલયન એક્સપિડિશન સાથે મધ્ય પ્રદેશ, ગુજરાત અને નાગાલેન્ડ સરકારના પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. અન્ય વિષયોમાં હોમસ્ટે, કોમ્યુનિટી બેઝ્ડ ઇકો ટુરિઝમ અને કચ્છનાં રણના રૂરલ ટુરિઝમ મૉડલ દ્વારા મહિલા સશક્તીકરણ પર ચર્ચા અને પ્રેઝન્ટેશન્સ યોજાયાં હતાં.કેન્દ્રીય સંસ્કૃતિ, પ્રવાસન અને ઉત્તર-પૂર્વી પ્રદેશ વિકાસ વિભાગના પ્રધાન જી. કે. રેડ્ડીએ મુખ્ય સંબોધન કરતાં કહ્યું હતું કે, જ્યારે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ કટોકટીની ઘડીએ જી-20નું પ્રમુખપદ સંભાળવું એ ભારત માટે સન્માન અને જવાબદારીની બાબત છે.
Hillary Clinton to visit Ellora Caves: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ઔરંગાબાદમાં ઈલોરા ગુફાઓ, ગ્રીષ્નેશ્વર મંદિરની મુલાકાત લેશે
આત્મનિર્ભર ગામડાં આત્મનિર્ભર ભારત તરફ દોરી જશેઃકેન્દ્રીય પ્રધાનો હકીકત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, ભારતનાં જી20નાં પ્રમુખપદ દરમિયાન સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનાં એક વાહન તરીકે પ્રવાસનનો ઉપયોગ કરવા પર ભારત ધ્યાન કેન્દ્રિત કરે છે. મહાત્મા ગાંધીને ટાંકીને જી કે રેડ્ડીએ જણાવ્યું હતું કે, "ભારતનો આત્મા તેનાં ગામડાંઓમાં વસે છે" અને આ રીતે આપણાં ગામડાંઓ પ્રદર્શિત કરીને, દેશની જીવનશૈલી, દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત અને દેશની કુદરતી સુંદરતા પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જી. કે. રેડ્ડીએ એવું પણ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગામડાં આત્મનિર્ભર ભારત તરફ દોરી જશે.
મહત્તમ સંખ્યામાં રોજગારીનું સર્જન કરવાની સંભવિતતા:જી કે રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રવાસનમાં ઓછામાં ઓછાં રોકાણ સાથે મહત્તમ સંખ્યામાં રોજગારીનું સર્જન કરવાની સંભવિતતા છે અને એટલે પ્રવાસન આર્થિક પરિવર્તન, ગ્રામીણ વિકાસ અને સામુદાયિક સુખાકારી માટે સકારાત્મક બળ બની શકે છે. UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામોમાંનું એક જાહેર કરવામાં આવ્યું છે એ તેલંગાણામાં પોચામ્પલી ગામનું ઉદાહરણ આપીને કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, ભારતીય ગામડાંઓને ગ્રામીણ પર્યટન માટે વૈશ્વિક માન્યતા મળવા માંડી છે.
G20 Meeting 2023 in Kutch : G-20ના સભ્યોનું ભુજ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત, સફેદ રણમાં કચ્છી ભોજન આરોગશે
ગ્રામીણ પ્રવાસનના વિકાસ માટે રાષ્ટ્રીય વ્યૂહરચના:જી કે રેડ્ડીએ એ હકીકત પર પણ ભાર મૂક્યો હતો કે, પ્રવાસન સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓનાં વેચાણને સક્ષમ બનાવવા, યુવાનોને ઉદ્યોગ સાહસિક બનવા સક્ષમ બનાવવા માટે; મહિલાઓને રોજગારી આપવા અને આદિવાસીઓ જેવા બિન-લાભદાયી સમુદાયોને રોજગારી આપવા એક ચેનલ પૂરી પાડે છે અને આ રીતે સામુદાયિક સશક્તીકરણ અને ગરીબી નિવારણ તરફ દોરી જાય છે.કેન્દ્રીય પ્રધાનો માહિતી આપી હતી કે, ભારત સરકારનાં પ્રવાસન મંત્રાલયે સૌ પ્રથમ વાર ગ્રામીણ પ્રવાસનના વિકાસ માટે રાષ્ટ્રીય વ્યૂહરચના અને રોડમેપ પર મુસદ્દો તૈયાર કર્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં "આત્મનિર્ભર ભારત"નાં વિઝનને અનુરૂપ છે.પેનલિસ્ટોએ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને ગ્રામીણ પર્યટનનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રથાઓ, સફળતાની ગાથાઓ સંભાવનાઓ, તકો અને મુદ્દાઓ પર પ્રકાશ પાડતા ચર્ચાઓ કરી હતી.