ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ કટિબદ્ધ - Bhuj News

કચ્છ જિલ્લાના ભુજની જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે, કોરોનાની પ્રથમ-બીજી લહેરમા બાળકો પ્રાકૃતિક પ્રતિરોધક ક્ષમતાને કારણે ઓછા સ્ંક્રમિત થયા છે તેમ છતા સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા હોસ્પિટલ કટિબદ્ધ છે.

Gujarat News
Gujarat News

By

Published : Jun 23, 2021, 8:23 PM IST

  • જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતોનું નિરીક્ષણ
  • કોરોનાની પ્રથમ-બીજી લહેરમાં બાળકો પ્રાકૃતિક પ્રતિરોધક ક્ષમતાને કારણે ઓછા સ્ંક્રમિત થયા
  • છતા સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા હોસ્પિટલ કટિબદ્ધ

કચ્છ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ (G.K. General Adani Hospital)ના બાળરોગ નિષ્ણાંતોનું અનુમાન છે કે, બાળકોની શરીરની પ્રાકૃતિક પ્રતિરોધક ક્ષમતા (Natural resistance) વયસ્ક અને વડીલોની સરખામણીમાં કોઈપણ સંક્રમણ સામે લડવા વધુ સક્ષમ હોવાથી પ્રથમ અને બીજી લહેરમાં બાળકોને કોરોના બહુ પ્રભાવિત કરી શક્યું નથી. સંક્રમણ થયું પણ ખૂબ ઓછું થયું હતું અને મૃત્યુનું પ્રમાણ તો અત્યંત અલ્પ હતું.

બાળકોને બચાવવા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ કટિબદ્ધ

આ પણ વાંચો : ભૂજની જનરલ હોસ્પિટલમાં 20 કિલોલિટરની ક્ષમતાવાળું લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક શરૂ કરાયું

18 વર્ષ સુધીના બાળકો મોટાઓની સરખામણીમાં વધુ સુરક્ષિત

હોસ્પિટલના બાળકોના નિષ્ણાંતોએ જણાવ્યુ હતું કે, બાળકોના શરીરમાં પાંચ એવા કુદરતી પરિબળો ઉપલબ્દ્ધ હોય છે. જેને પરિણામે 18 વર્ષ સુધીના બાળકો મોટાઓની સરખામણીમાં વધુ સુરક્ષિત હોય છે. આ ઉપરાંત નવજાત શિશુને સ્તનપાન દરમિયાન માતાના ધાવણમાથી ઇમ્યુનોસ્લોલિન્સ (Immunosololins) શિશુમાં પ્રવેશતું હોવાથી એક વર્ષ સુધી રોગ પ્રતિકારક ક્ષમતા અખંડ હોય છે.

બાળકોને બચાવવા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ કટિબદ્ધ

આ પણ વાંચો : મોઢવાડા ગામમાં કોવિડ સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરનો અભાવ

Social Gathering ન થવાને કારણે બાળકો સંક્રમણથી બચ્યા

આ ઉપરાંત બાળકો સલામત હતા એ પાછળ બન્ને લહેરમાં શાળાઓ બંધ હતી. બાળકો મોટા સામાજિક મેળાવડામાં સામાન્ય રીતે જતાં નથી. વયસ્કોની સરખામણીમાં હોસ્પિટલમાં પણ ઓછા જાય છે. બાળકોમાં લોહીનું વાહન કરતી નસોમાં લોહીના ચઠ્ઠા જામતા નથી. જો નસો ડેમેજ થાય તો જ ટીસ્યુ ફોલ્ટ છૂટા પડે (રીલીઝ થાય) અને જોખમ વધે, પરંતુ આવું બહુ ઓછું જોવા મળે છે.

બાળકોને બચાવવા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ કટિબદ્ધ

બાળકોના ફેફ્સાં મજબૂત હોવાથી હોવાથી ઑક્સીજન લોહી સુધી સહેલાઇથી પહોંચે છે

બીજું એક અગત્યનું કારણ એ પણ છે કે, બાળકો ધૂમ્રપાન પણ નથી કરતાં. તેથી પ્રદૂષણના સંપર્કમાં ઓછા આવે છે. COPD (Chronic Obstructive Pulmonary Disease) જે ફેફ્સાની બીમારી છે. જેનાથી બચી શકે છે. ફેફ્સામાં આ પ્રકારે મજબૂત હોવાથી ઑક્સિજન લોહી સુધી સહેલાઇથી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઈડ નીકળી જાય છે. પરિણામે ન્યુમોનિયાને ગંભીર બનવાથી બચાવી લે છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ કટિબદ્ધ

બાળકોમાં રિફલેક્ટર ઓછા હોવાથી સંક્રમણથી બચાવી રાખે છે

અન્ય બાબત એ છે કે, બાળકોમાં ACE-2 રિસેપ્ટર બહુ ઓછા હોય છે. (એક પ્રકારનું પ્રોટીન જે લોહીની કેશિકાઓ સાથે ચામડી રહે છે) જે વાઇરસનો સાથ આપે છે. રિફલેક્ટર ઓછા હોવાથી સંક્રમણથી બચાવી રાખે છે.

બાળકોને યોગ્ય સારવાર આપવા હોસ્પિટલ કટિબદ્ધ

આમ, બે લહેરમાં તો બાળકો બચી શક્યા, પરંતુ ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે. બીજી લહેરમાં કોરોનાનું પ્રમાણ વધ્યું હતું. આ ઉપરાંત હાલ રસી પણ યુદ્ધના ધોરણે આપવામાં આવી રહી છે. જેથી એન્ટીબોડી (Antibody) બની રહી છે. તેમ છતાં હોસ્પિટલ બાળકોને કોઈ પણ રોગથી બચાવવા કટિબદ્ધ છે. જી.કે. હોસ્પિટલ (G.K. General Hospital)માં પણ શક્ય તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

દરેક બેડ પર ઓક્સિજનની લાઈન પહોંચે તેની કામગીરી પણ શરૂ છે : સુપ્રિટેન્ડેન્ટ

જી. કે. જનરલ હોસ્પિટલ (G.K. General Hospital)ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મહેશ તિલવાણીએ જણાવ્યું હતું કે, હાલમાં વૉર્ડમાં 100 જેટલા બેડની ક્ષમતા છે. જે વધારીને 200થી 250 કરવાની વાત કલેક્ટરને કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક બેડ પર ઓક્સિજનની લાઈન પહોંચે તેની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details