કચ્છ ભારતમાં તારીખ 1લી ડિસેમ્બરથી ઈન્ડોનેશિયા પાસેથી જી-20 ( 20 Summit) સમિટનો અધ્યક્ષ પદ પ્રાપ્ત કરશે. ત્યારે દેશમાં વિવિધ સ્થળોએ બેઠક યોજવાની હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. જી-20નું 20 દેશોનો એક સમૂહ છે. આ ગ્રુપ-20ના સમૂહનું પ્રમુખ પદ ભારત પાસે હોવાથી ગ્રુપ-20 સાથે જોડાયેલા 29 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓની આંતરરાષ્ટ્રીય સમીટનું યજમાન પદ ભારતે લીધું હોવાથી તેના ભાગરૂપે આગામી ફેબ્રુઆરીમાં 29 દેશના પ્રતિનિધિઓ (G20 international Summit) કચ્છના મહેમાન બનવાના હોવાથી ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓનો કાફલો આગોતરી તૈયારીના ભાગરૂપે ધોરડો પહોંચ્યો હતો.
આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે તારીખ 7થી તારીખ 11 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડોખાતે સમીટ યોજાશે. કલેક્ટર કચેરીએથી મળતી વિગતો મુજબ કચ્છના સફેદ રણમાં (White desert) પણ જી-20 ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. જી-20ના 29 દેશોના પ્રવાસન વિભાગ ઉપરાંત 4 મોટી સંસ્થા દ્વારા આગામી ફેબ્રુઆરીમાં ભારતમાં બેઠકોનો દૌર ચાલશે. આગામી તારીખ 7થી 11 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો (Khordo in Kutch) ખાતે 29 દેશના પ્રતિનિધિઓની પ્રવાસન ક્ષેત્રે સમીટ યોજાઇ શકે છે. તેની તૈયારીઓ કરવા સ્થળ નિરીક્ષણ કરવા ભારત સરકારના અધિકારી રાજીવ જૈનની આગેવાની હેઠળનું પ્રતિનિધિ મંડળ ધોરડો પહોંચ્યું હતું.
G-20 એટલે શું? G-20 એટલે 20 દેશોનું જૂથ. એટલે કે, તેમાં 20 દેશો સમાવેશ હોય છે. G20 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતનો સમાવેશ થાય છે.