ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં કોરોનાના સંક્રમણનું મુળ શોધવા વધુ સ્વાસ્થ્ય તપાસ હાથ ધરી - corona news of kutch

કચ્છમાં સ્વાસ્થ્ય તંત્ર દ્વારા માધાપરના એક પરીવારના 3 અને 1 હોસ્પિટલ કમ્પાઉન્ડર સહિત 4 પોઝિટિવ કેસના સંક્રમણનો છેડો હજુ મળ્યો નથી. તંત્રએ માધાપરમાં હોમ ટુ હોમ સર્વે બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલા વૃદ્ધના સંપર્કમાંથી થયાં હોવાનું જણાય છે. તેવા મલવાડીમાંથી એનઆરઆઈ સહિત 10 લોકોના સેમ્પલ લેવાયા છે તો બીજીતરફ કચ્છના વાગડમા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઈને ખાસ રણનીતી તૈયારીક કરી હતી.

કચ્છમાં કોરોના સંક્રમણનું મુળ શોધવા, વધુ સ્વાસ્થય તપાસ હાથ ધરી
કચ્છમાં કોરોના સંક્રમણનું મુળ શોધવા, વધુ સ્વાસ્થય તપાસ હાથ ધરી

By

Published : Apr 25, 2020, 8:57 PM IST

કચ્છઃ માધાપરનાં એક જ પરીવારના ત્રણ સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પછી આ દર્દીઓના સંપર્કમાં આવેલા ભૂજની હોસ્પિટલના કર્મચારીને પણ ચેપ લાગ્યો હતો.આ ચાર કેસ પૈકી એક વૃદ્ધ દર્દીનું મોત થયું છે. જયારે સાસુ અને પુુત્રવધુએ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈ ગયા છે. જયારે કમ્પાઉન્ડર યુવાનનો પણ નેગેટીવ રિપોર્ટ આવી ચુકયો છે. તંત્રએ ચાર કેસ સામે આવ્યા બાદ સંક્રમણનુ મુળ શોધવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ અને જામનગરના ધ્રોલ સહિતના છેડા સુધી પહોંચેલા તંત્રએ માધાપરના મલવાડીમાંથી 10 સેમ્પલ મેળવ્યા છે.

જિલ્લા સ્વાસ્થય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે સંક્રમણનું મુળ મળ્યુ નથી. સર્વે કર્યા પછી પણ આ બાબતે કામગીરી ચાલી રહી છે. મલવાડીમાંથી 10 સેમ્પલ લેવાયા છે જેના રિપોર્ટ આવ્યા નથી. આ દરમિયાન કચ્છના વાગડમાં બહારથી અનેક લોકો આવ્યા હોવાની ફરિયાદો છે, ત્યારે રાપરમાં કોઈ કેસ આવે તો તંત્ર રણનીતી તૈયારી કરી રહ્યુ છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી અને ટીમે રાપરમાં ત્રણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ ત્યાં આઈશોલેશન બેડ કેમ તૈયાર થઈ શકે તે ચકાસયું હતું.

આ ઉપરાંત વાગડ વિસ્તારમાં વધુ સ્વાસ્થય કામગીરી માટે ચોકકસ પ્રકિયા શરૂ કરાશે.

ABOUT THE AUTHOR

...view details