કચ્છના 10 તાલુકા, રાજ્યના 33 જિલ્લા અને પૂરા ભારતમાં 500 જાહેર સ્થળોએ મહારાણા પ્રતાપની પુર્ણ કદની પ્રતિમા વિના મૂલ્યે સ્થાપિત કરાશે કચ્છ: કચ્છના 10 તાલુકામાં વિનામૂલ્યે સ્થાપિત કરાશે સરહદી જિલ્લો કચ્છ વીરતાનો ઇતિહાસ ધરાવે છે. તેમજ કચ્છની ધરા પર રાજાશાહી પરંપરાનો ઇતિહાસ ધરબાયેલો છે. ત્યારે દેશપ્રેમની ભાવના ધરાવતા કચ્છ પંથકના યુવાનો વીર મહારાણા પ્રતાપને પોતાના જીવનના આદર્શ બનાવે તેવા સારા ઉદ્દેશ સાથે કચ્છના 10 તાલુકામાં વીર મહારાણા પ્રતાપની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરવાનો સંસ્થા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં કચ્છ જિલ્લા રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અને મહિલા ટીમ સહિતનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.
" કચ્છમાં ડિસેમ્બર 2024 અને ગુજરાતના 33 જિલ્લામાં ડિસેમ્બર 2026 સુધી મેવાડ મહારાણાની પ્રતિમા લગાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.કરણી સેના અને મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમા વિનામૂલ્યે 13 લાખની એક એવી 12 ફૂટની 51 અને ભારતમાં 500 જાહેર સ્થળોએ વીર મહારાણા પ્રતાપની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં હાલમાં 12 જ્યોર્તિલીંગ પર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે."--મેહુલરાજસિંહ રાઠોડ (રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ કારોબારી અધ્યક્ષ )
ભાડા પાસે પરવાનગી માંગવામાં આવી: જિલ્લાના પાટનગર ભુજમાં હીલ ગાર્ડનથી કોડકી રોડ ખાતે વીર મહારાણા પ્રતાપની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરવા માટે ભાડા પાસે પરવાનગી પણ માંગવામાં આવી છે અને NOC મેળવ્યા બાદ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. કચ્છના 10 તાલુકા અબડાસા, લખપત, નખત્રાણા, માંડવી,મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ ખાતે પણ ટીમ દ્વારા સ્થાનિક પ્રશાસન પાસેથી મંજૂરી મેળવી સરકારના તમામ નિયમોનું પાલન કરીને આ અભિયાનને સાર્થક ક૨વામાં આવશે.
આ કાર્યમાં જોડાવા અપીલ:ઉલ્લેખનીય છે કે, મહારાણા પ્રતાપની પૂર્ણ કદની પ્રતિમાનું આ આયોજન માત્ર રાષ્ટ્રિય રાજપૂત કરણી સેના પુરતું સીમિત ન રહે પરંતુ કચ્છના તમામ સર્વ સનાતની હિંદુ ભાઈ-બહેનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજો અને સંગઠનો પણ આ અભિયાનમાં જોડાય તે માટે સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્ય સમસ્ત હિન્દુ સમાજને જોડવાનું કાર્ય છે. સંસ્થા દ્વારા.પ્રતિમાસ્થાપિત કરવા માટે કોઈ પ્રકારનું ડોનેશન સ્વીકારવામાં આવતું નથી. કચ્છના એક એક વ્યક્તિ સુધી વીર મહારાણા પ્રતાપની શૌર્ય ગાથાનો વ્યાપ પહોંચે તે માટે સર્વે સનાતન ભાઈ બહેનો સહયોગ આપે અને પ્રચાર પ્રસારમાં મદદરૂપ રહે તેવી અપીલ કરવામાં આવી છે.
- Kutch Kharif Crop Planting : જિલ્લામાં 83.04 ટકા હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, જાણો કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર
- Malnutrition in Kutch : જિલ્લામાં 3667 જેટલા બાળકો અતિકુપોષિત, નખત્રાણાના લુડબાય ગામમાં 5 બાળકોના કુપોષણથી મોત