કચ્છ: સમગ્ર કચ્છમાં જનતા કરફ્યૂનો ખૂબ જ સરળ રીતે પ્રતિસાદ મળ્યો છે, ત્યારે આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમકુમાર કન્નરે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકોએ ખરેખર સુંદર પ્રતિસાદ આપ્યો છે, તે અભિનંદનને પાત્ર છે. આ જે રીતે લોકોએ 1 દિવસનો જનતા કરફ્યૂ રાખ્યો છે. તે જ રીતે આગામી 15 દિવસ સુધી આ લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવા સહિતની આરોગ્યલક્ષી સૂચનાઓ છે, તેનું પાલન કરવામાં આવશે, તો વૈશ્વિક મહામારી કોરોનાને આપણે નાથી શકીશું.
કચ્છના આરોગ્ય અધિકારીએ આપી સાવચેતી અને જાગૃતિની અપીલ - news in kutch
સમગ્ર કચ્છમાં જનતા કરફ્યુને પૂર્ણ પ્રતિસાદ મળ્યો છે, ત્યારે કચ્છના આરોગ્ય અધિકારીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, જનતા કરફ્યૂને પ્રચંડ સમર્થન મળ્યું છે, તેનો આનંદ છે. આ વાઇરસ માટે સાવચેતી અને જાગૃતિ જ સૌથી મોટો ઉપાય છે.
કચ્છ
આ વાઇરસ માટે સાવચેતી અને જાગૃતિ જ સૌથી મોટો ઉપાય છે, ત્યારે લોકોએ જેટલી સાવચેતી જાગૃતિ અને સહિયારો સંકલ્પ દેખાડ્યો છે. એવી જ રીતે આગામી 15 દિવસ સુધી લોકોએ પોતાની જવાબદારી સમજીને દેશ માટે, ઘર માટે, સમાજ માટે, પોતાના પરિવાર માટે સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.