- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો
- BSF 1971થી ઇન્ડિયા બ્રિજને નિયંત્રિત કરી રહ્યું છે
- 14 એપ્રિલથી ઇન્ડિયા બ્રિજની તમામ સુરક્ષા અને કન્ટ્રોલ ગુજરાત પોલીસને સોંપવામાં આવશે
કચ્છઃ ઈન્ડિયા બ્રિજનું સંપૂર્ણ કંટ્રોલ અને સુરક્ષા 14 એપ્રિલથી ગુજરાત પોલીસને સોપવામાં આવશે. ઈન્ડિયા બ્રિજને હાલમાં BSF સુરક્ષા પૂરી પાડે છે અને ભારત-પાક સરહદના આગળના વિસ્તાર તરફની કોઈપણ ગતિવિધિ માટે ઈન્ડિયા બ્રિજનું નિયંત્રણ ધરાવે છે. રિન્યુએબલ એનર્જી પાર્ક પ્રોજેક્ટ માટે પાયાનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ડિસેમ્બર 2020ના રોજ કર્યું હતું. ત્યારે આ રિન્યુએબલ એનર્જી પાર્કને ધ્યાનમાં રાખીને અને સંસાધનોની ગતિવિધિને સરળ બનાવવા માટે ઈન્ડિયા બ્રિજનું સંપૂર્ણ કંટ્રોલ અને સુરક્ષા ગુજરાત પોલીસને સોંપાશે.
માલસામાન અને સંસાધનોની ગતિવિધિને સરળ બનાવવા માટેનો હેતુ
BSFના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પગલાનો હેતુ કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીકના સૂચિત 30,000 મેગાવોટ હાઇબ્રિડ નવીનીકરણીય ઉર્જા પાર્ક માટે માલસામાન અને સંસાધનોની ગતિવિધિને સરળ બનાવવા માટેનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ડિસેમ્બરે ખાવડા નજીક ધોરડો ગામમાં એક કાર્યક્રમમાં આ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદ પર વિન્ડ ટર્બાઇન સરહદોને વધુ સુરક્ષિત બનાવશે.
આ પણ વાંચો: ઈન્ડિયા બ્રિજનું સંપૂર્ણ કંટ્રોલ અને સુરક્ષા 14 એપ્રિલથી ગુજરાત પોલીસને સોંપાશે
BSF દ્વારા નવીનીકરણીય ઉર્જા પાર્ક માટે ચાલી રહેલા બાંધકામના કામોને સુરક્ષા કવચ પૂરું પડાશે
BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, BSF શરૂઆતથી જ ઇન્ડિયા બ્રિજ પર સુરક્ષા પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય સરહદથી આશરે 39 કિમી દૂર આ બ્રિજ BSF દ્વારા નિયંત્રિત ત્રણ ચોકીઓમાં પહેલો છે અન્ય બે ચેકપોઇન્ટ્સ છે. બીઓપી (સરહદ ચોકી) ધર્મશાલા અને ચિડિયા મોડ. આ ચેકપોઇન્ટ્સ રણમાં પ્રવેશને નિયંત્રણ કરે છે, જ્યાં કોઈ સીમાચિહ્ન ન હોવાને કારણે કોઈપણ સરળતાથી ખોવાઈ શકે છે. હવે ઈન્ડિયા બ્રિજને ગુજરાત પોલીસને સોંપવામાં આવી રહ્યો છે કારણ કે આ વિસ્તારમાં ખૂબ જ હિલચાલ થશે. અમે બીજી બે ચોકીઓ પર કબજો જમાવીશું અને આ રીતે નવીનીકરણીય ઉર્જા પાર્ક માટે ચાલી રહેલા બાંધકામના કામોને સુરક્ષા કવચ પૂરું પાડીશું.
છેલ્લા 50 વર્ષથી BSF ઇન્ડિયા બ્રિજને નિયંત્રિત કરી રહ્યું છે
કચ્છ (પશ્ચિમ) પોલીસ અધિક્ષક સૌરભસિંહે કહ્યું કે, “ઇન્ડિયા બ્રિજ ની સુરક્ષા અને બ્રિજ ને નિયંત્રિત કરવાના ભાગ રૂપે અમારો સ્ટાફ BSFના જવાનો સાથે જોડાયો છે. અમે અમારા માણસોની પસંદગી કરી રહ્યા છીએ જે આખરે બ્રિજ પર તૈનાત રહેશે અને આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે કારણ કે છેલ્લા 50 વર્ષથી BSF બ્રિજને નિયંત્રિત કરી રહ્યો છે અને અમારા સ્ટાફને તેમની મદદની જરૂર છે. BSF 1971થી ઇન્ડિયા બ્રિજને નિયંત્રિત કરી રહ્યું છે.
આ પણ વાંચો: વડોદરામાં સરકારની ખાનગીકરણ નિતીના વિરોધમાં બેન્ક કર્મચારીઓએ કર્યા સુત્રોચ્ચાર
BSFની પૂર્વ પરવાનગી ફરજિયાત
ધર્મશાળા ખાતે યુદ્ધ મેમોરિયલ છે અનેBSF આ સ્મારકમાં પ્રવાસીઓના પ્રવેશની સાથે સાથે ભારત બ્રિજ દ્વારા વિઘાકોટ સરહદ સુધી પ્રવેશની મંજૂરી આપે છે. જો કે, BSFની પૂર્વ પરવાનગી ફરજિયાત છે અને પર્યટકનો કાફલો સરહદ પરના પ્રતિબંધિત ઝોન તરફ આગળ વધવાની મંજૂરી આપતા પહેલા, ભારત બ્રિજ પર સુરક્ષા તપાસમાં પસાર થાય છે.