- રિન્યુએબલ એનર્જી પાર્કને ધ્યાનમાં રાખીને બ્રિજની સુરક્ષા ગુજરાત પોલીસને સોંપાશે.
- ગુજરાત પોલીસને 14 એપ્રિલથી ઈન્ડિયા બ્રીજનું સંપૂર્ણ કન્ટ્રોલ સોંપવામાં આવશે
- અત્યાર સુધી સંપૂર્ણ કન્ટ્રોલ BSF પાસે હતો
કચ્છઃ ઈન્ડિયા બ્રિજનું સંપૂર્ણ કંટ્રોલ અને સુરક્ષા 14 એપ્રિલથી ગુજરાત પોલીસને સોપવામાં આવશે. ઈન્ડિયા બ્રિજને હાલમાં BSF સુરક્ષા પૂરી પાડે છે અને ભારત-પાક સરહદના આગળના વિસ્તાર તરફની કોઈપણ ગતિવિધિ માટે ઈન્ડિયા બ્રિજનું નિયંત્રણ ધરાવે છે. રિન્યુએબલ એનર્જી પાર્ક પ્રોજેક્ટ માટે પાયાનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ડિસેમ્બર 2020ના રોજ કર્યું હતું. ત્યારે આ રિન્યુએબલ એનર્જી પાર્કને ધ્યાનમાં રાખીને અને સંસાધનોની ગતિવિધિને સરળ બનાવવા માટે ઈન્ડિયા બ્રિજનું સંપૂર્ણ કંટ્રોલ અને સુરક્ષા ગુજરાત પોલીસને સોંપાશે.
ઈન્ડિયા બ્રિજનું સંપૂર્ણ કંટ્રોલ અને સુરક્ષા 14 એપ્રિલથી ગુજરાત પોલીસને સોંપાશે આ પણ વાંચોઃ PM મોદી 15 ડિસેમ્બરે કચ્છ આવશે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક અને ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે: વિજય રૂપાણી
રણમાં નવીનીકરણીય ઉર્જા ઉદ્યાન આવી રહ્યું છે
ઈન્ડિયા બ્રિજથી મુકત કરાયેલા માનવબળ વિસ્તારની સંવેદનશીલતા અને પ્રોજેક્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગળના વિસ્તારની સુરક્ષા વધારવા માટે તૈનાત કરવામાં આવશે. ગુજરાતના કચ્છના રણમાં નવીનીકરણીય ઉર્જા ઉદ્યાન આવી રહ્યું છે, ત્યારે વિવિધ વિકાસકર્તાઓ ઇન્ડિયા બ્રિજની આગળ સોલર અને વિન્ડ પાવર યુનિટ સ્થાપવામાં વ્યસ્ત રહેશે. હજારો મજૂરો, વાહનો, ભારે મશીનરી અને સાધનો આ વિકાસલક્ષી પ્રવૃત્તિમાં રોકાયેલા રહેવાની અપેક્ષા છે, જેથી આગળના ક્ષેત્રનું રક્ષણ ખૂબ મહત્વનું છે.
આ પણ વાંચોઃ પીએમ મોદી આજે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે