ભુજ તાલુકામાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ફળોના ભાવ નિયંત્રિત કરવામાં આવ્યા - The month of Ramadan
કોરોના મહામારીમા લોકોને ફળોની ઘણી જરૂર પડતી હોય છે એવામાં ફળોના ભાવ આસવાને પહોંચતા લોકની ચિંતામા વધારો થયો હતો. લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને ભુજ પાલિકાએ ફળોના વેપારી સાથે બેઠક કરી ફળોના ભાવ નક્કિ કર્યા હતા.
ભુજ તાલુકામાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ફળોના ભાવ નિયંત્રિત કરવામાં આવ્યા
ભુજ: ક્ચ્છમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા ફળોની માંગ વધી છે,જોકે બજારમાં સફરજન, સંતરા, મોસંબી સહિતના ફળોના મોટા ભાવ વસુલવામાં આવે છે. કોરોનાના વધતા કેસો વચ્ચે દર્દીઓ માટે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે ભુજ તાલુકામાં ફળોના ભાવ નિયંત્રિત કરવામાં આવ્યા છે.
ફળોના ભાવ નક્કી કરવામાં આવ્યા
પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીની સૂચના બાદ ફળોના વેપારીઓ અને તંત્રની મીટીંગમાં ફળોના ભાવ નક્કી કરાયા હતા.આ બેઠકમાં મામલતદાર દ્વારા હાલમાં કોવિડ 19 અંતર્ગત મહામારીને કારણે દર્દીઓને ફળોની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે હાલમાં બજારમાં બજારભાવ કરતાં વધુ ભાવ ન લેવા બાબતે નક્કી કરવામાં આવ્યું હતું.
ભુજ તાલુકામાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ફળોના ભાવ નિયંત્રિત કરવામાં આવ્યા
વધુ ભાવ નહી લઈ શકાય
તમામ વેપારીઓ દ્વારા ફળોના ભાવમાં હોલસેલ તથા રિટેલરમાં બજાર વધઘટ થતી હોય છે તેથી ફળોના ભાવમાં વધારો તથા ઘટાડો થતો હોય છે બજારભાવ કરતાં વધારે ભાવ નહીં લેવામાં આવે તેવું ફળોના જથ્થાબંધ તેમજ શહેરી ફેરિયા સંગઠનો તરફથી સંમતિ આપવામાં આવી હતી અને ફળોના ભાવ નીચે મુજબ જણાવવામાં આવેલ છે.
ફળ:. હાલના ભાવ
ફળ
હાલના ભાવ
સફરજન
180થી 210
મોસંબી
80થી 110
દાડમ
60થી 80
ચીકુ
25થી 30
નાળિયેર
60
અનાનસ
60
તડબૂચ
15થી 20
સક્કરટેટી
20
દ્રાક્ષ
80થી 100
સંતરા
130થી 150
ફળ
અગાઉના ભાવ
સફરજન
220થી 250
મોંસબી
120 થી 160
દાડમ
90 થી 120
ચીકુ
40 થી 60
નાળિયેર
80
અનાનસ
70 થી 80
તડબૂચ
25 થી 30
સક્કરટેટી
30
દ્રાક્ષ
100 થી 120
સંતરા
150 થી 170
રમઝાન મહિનાની પણ અસર
શેરી ફેરિયા સંગઠન ના પ્રમુખે ETV Bbharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે આ ઉપરાંત રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે ફળોની માંગમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે અને ભાવ પણ ઊંચા હોતા મામલતદાર દ્વારા એક મિંટિંગ બોલાવવામાં આવી હતી અને ભાવ નિયંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં તમામ વેપારીઓએ સહમતી દર્શાવી હતી.
મીટીંગમાં નક્કી થયા ભાવ
ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટે જણાવ્યું કે,શેરી ફેરિયા,હોલસેલ વેપારી,તોલમાપ અને નગરપાલિકા સાથે મીટીંગ યોજાઈ હતી તેમજ હાલમાં બજારમાં ચાલતા ભાવો નોટ કરવામાં આવ્યા છે જેનાથી વધુ ભાવે ફળોનું વેચાણ થઈ શકશે નહીં.આ માટે તમામને સમજાવવામાં આવ્યા છે.