- પશુ દવાખાને ફ્રી મેગા હેલ્થ કેમ્પ ફોર ડોગ્સનું આયોજન કરવામાં આવ્યું
- 210 જેટલા દેશીવિદેશી શ્વાનોની સારવાર અને રસીકરણ કરાયા
- જુદી જુદી નસલના શ્વાનો કેમ્પમાં સારવાર અર્થે આવ્યા
કચ્છઃ ભુજના પશુ દવાખાને યોજાયેલા કેમ્પમાં કચ્છમાંથી 210 જેટલા દેશ-વિદેશની પ્રજાતિના શ્વાનોને ( Dogs ) કૃમિનાશક દવાનો ડોઝ, આંખ કાનની મશીનથી તપાસણી, ડીટી કિંગ કરવાની સારવાર નેઇલ ટ્રીમિંગ, જનરલ બોડી ચેક-અપ, લોહીના નમૂના લઇ તેની તપાસ, હડકવા વિરોધી રસી, ચામડીના રોગો, વાયરલ રોગો વિરોધી રસી સહિતની સારવાર આપવામાં આવી હતી. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીના અને શેરીઓમાં રખડતા કુતરાંઓનો પણ આરોગ્ય તપાસમાં ( Dogs Health check up ) સમાવેશ થયો હતો. અમુક લોકો શેરીઓમાં રખડતાં શ્વાનોને પણ સારવાર અર્થે લઈ આવ્યા હતાં અને અમુકના ઓપરેશન પણ કરવામાં આવ્યાં હતાં.
જુદી જુદી પ્રજાતિના Dogs સારવાર માટે લવાયા
આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ( Dogs Health check up ) પાંચ હજારથી લઈને એક લાખ સુધીની કિંમતના Dogs ની સારવાર કરવામાં આવી હતી. તેમ જ તેની દેખરેખ રાખવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ મેગા કેમ્પમાં ગ્રેટ ડેન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, પોમેરીયન, બિગલ, હસ્કી, ચાઉ ચાઉ, સેન બનાર્ડ, આલ્સેશિયન, પગ, મસ્ટીફ સહિતના પાલતુ શ્વાનોની સારવાર કરવામાં આવી હતી.
નાના મોટા ઓપરેશન પણ આ કેમ્પમાં કરવામાં આવ્યા