- જૂની દુધઈ ગામમાં એક વેપારી સાથે છેતરપિંડી
- વેપારી સાથે 8 લાખ ઉપરની રકમની કરવામાં આવી છેતરપિંડી
- ઘટનાને 1 વર્ષ થયા છતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં
અંજાર: હાલમાં કોરોના કાળમાં ઓનલાઈન છેતરપિંડીની ઘણી ઘટનાઓ સામે આવી છે અને વેપારીઓને મોટી રકમ ગુમાવવાનો વારો પણ આવ્યો છે, આવો જ એક કિસ્સો અંજાર તાલુકાના જૂની દુધઈ ગામેથી સામે આવ્યો હતો. હિતેન્દ્ર અંબાવીભાઈ હાથિયાણી પોતાનો વેપાર ચૈન્નેઈથી કરતા હતા પણ હાલ કોરોનાને કારણે પોતાના ગામેથી કરી રહ્યા હતા. થોડા સમય પહેલા તેમને એક ઓર્ડર બાબતે મુંબઈની ખાનગી કંપનીમાંથી કોલ આવ્યો હતો અને 4 લાખ હેન્ડ ગ્લવ્ઝનો ઓર્ડર કર્યો હતો.
8.96 લાખની રકમ ચૂકવાઇ પરંતુ માલ ના આવ્યો
આરોપી અરૂણભાઈએ બીલની રકમ એડવાન્સમાં ચુકવવાની વાત કરતા ફરિયાદીએ તેના બેંકના એકાઉન્ટની માહીતી મેળવી તેના પર 8,96,000નું પેમેન્ટ કર્યું હતું પણ બેન્ક માંથી કપાયેલી રકમ પરત આવતા બેંકને કોલને કરીને પૂછતા ટેકનિકલ કારણોસર રકમ પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીએ ટુકડે-ટુકડે 3 લાખ, 3 લાખ અને 2.96 લાખ RTGS કરી રકમ મોકલી આપી હતી, પણ માલ સમયસર ન મળતા તેમણે આરોપીને કોલ કર્યા હતા ત્યારે ,તમારો માલ સાંજના નિકળી જશે, અને આવતીકાલે ચેન્નાઈ તમારી દુકાને પહોંચી જશે જેવા ઉડાઉ જવાબ આપ્યા બાદ તા.21/07 ના માલ ન પહોંચતા અરૂણભાઈ નામના વ્યક્તિને ફોન કર્યો હતો પણ ત ફોન બંધ આવ્યો હતો.
આ પણ વાંચો : મેરામણ કરે છે મહાદેવને અભિષેક, શ્રાવણ માસમાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો થાય છે ધન્ય
વેપારી બન્યો છેતરપિંડીનો ભોગ
સમયસર ઓર્ડન ન મળતા ફરીયાદીએ શેફ હેલ્પ એન્ટરપ્રાઇઝ કંપનીનો ફોન નંબર ઓનલાઈન શોધી કંપનીને ફોન કર્યો હતો. ત્યારે કંપની દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આવો કોઈ ઓર્ડર મળ્યો નથી તેમજ અરૂણભાઈ નામનો વ્યક્તિ પણ અહીં કોઈ કામ કરતું નથી. જેથી વેપારી પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણ થતા સમગ્ર મામલે દુધઈ પોલીસ મથકે અરૂણભાઈ નામના વ્યક્તિ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહીમાં વિલબં