કચ્છ : માંડવીના રમણીય સહેલાણી બીચ પર રવિવારની રજા હોવાથી, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. સાંજના સમયે ન્હાતા સમયે ત્રણ કિશોર સહિત 4 લોકો ડૂબવા લાગતા બૂમાબૂમ થઈ ઉઠી હતી. જેમાં બે કિશોરના મોત થયા હતા, એક કિશોર લાપતા થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની વધુ શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્રણેય કિશોર માંડવીના જ સ્થાનિક હોવાનું સામે આવ્યું છે.
Four people drowned in Mandvi beach : કચ્છના સહેલાણી બીચ માંડવીના દરિયામાં ચાર લોકો ડૂબતા, 2 લોકોના મોત નિપજ્યા - માંડવી બીચમાં ચાર લોકો ડૂબ્યા
કચ્છના સહેલાણી બીચ માંડવીના દરિયામાં ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે કિશોરનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે, તો એકને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે તેમજ એક યુવક હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં ન્હાવા ગયા હતા, તે દરમિયાન આ બનાવ બન્યો હતો. પરિવારમાં માતમ છવાયો હતો.
Published : Aug 27, 2023, 7:42 PM IST
4 લોકો દરિયામાં ડૂબ્યા હતા : આજે રવિવારે માંડવીના દરિયા કિનારે ફરવા આવેલા 3 કિશોર દરિયાઈ મોજામાં તણાઈ જતાં ડૂબી ગયા હતા. કિશોરના મોતના બનાવના પગલે સમગ્ર માંડવીમાં તેમજ કિશોરોના પરિવારના અરેરાટી ફેલાઈ છે. માંડવી પોલીસે પ્રાથમિક માહિતીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દરિયાના મોજામાં ડૂબતા જોઈને તરુણોને આસપાસના લોકો અને ધંધાર્થીઓ બચાવના પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં બે કિશોરને પાણીમાંથી બહાર લાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન સિપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વધુ પડતું પાણી પી જવાના લીધે બંને કિશોરનું મૃત્યુ થયું હતું.
બે કિશોરના મોત નિપજ્યા હતા : મૃત્યુ પામનારામાં 15 વર્ષીય મનસુર રમઝાન સુમરા અને 11 વર્ષીય ઓવેશ અબ્દુલ મેમણ નામના કિશોર હોવાનું સામે આવ્યું છે. માંડવી પોલીસે હાલ પ્રાથમિક નોંધ લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ હજુ પણ દરિયાના પાણીમાં ડૂબી ગયેલા અન્ય એક કિશોરની શોધખોળ ચાલી રહી છે.આ બનાવમાં એક યુવકનો આબાદ બચાવ થયો હતો.