કચ્છ: આ તમામ કેસ ભચાઉ તાલુકાના આધોઈમાં 02 ચોપડવા અને ઘરાણામાં એક એક કેસનો નોંધવામાં આવ્યો છે. આ તમામ કેસ મુંબઈથી આવેલા લોકોના સંક્રમણને કારણે થયાનું હોવાનું સામે આવ્યું છે.
કચ્છમાં કોરોના વાઇરસના ચાર પોઝિટિવ કેસ નોંધાયા
સમગ્ર દેશમાં જ્યારે દિવસને દિવસે કેસ વધી રહ્યા છે, ત્યારે કચ્છમાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા.તો આ સાથે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 62 પર પહોંચી છે.
કચ્છમાં ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે ,જેમાં ભચાઉ તાલુકાના આધોઈમાં 2, ચોપડવા અને ઘરાણામાં એક એક કેસ પોઝિટિવ આવ્યો છે. આ તમામ લોકો સ્થાનિક છે અને અગાઉ મુંબઈથી આવ્યા હતા.
બીજીતરફ આરોગ્ય વિભાગના સુત્રોએ કહ્યું હતું કે, આ તમામ પોઝિટિવ કેસના સેમ્પલ ગત 18 તારીખે લેવાયા હતા જેના રિપોર્ટ ત્રીજા દિવસે જાહેર થયા છે. હજુ 19 અને 20ના લીધેલા સેમ્પલના રિપોર્ટ બાકી છે.
ભૂજ સિવિલમાં કોરોના ટેસ્ટ નહોતા થતાં ત્યારે રાજકોટ ખાતે ટેસ્ટિંગ થતું હતું પણ ખાસ વાહનમાં ભૂજથી પહોંચતા સેમ્પલનું રિપોર્ટ 12 કલાકમાં આવી જતો હતો. સ્થાનિક લેબમાં ટેસ્ટ માટે તંત્રએ કેરલા પ્રયાસો પછી મંજૂરી મળી છે પણ વધુ ટેસ્ટિંગ ન થઈ શકતા હોવાથી તેનો લાભ જરૂરિયાત કરતા ખુબ ઓછો મળી રહ્યો છે.