કચ્છઃ જિલ્લાના ભૂજ તાલુકાના શેખપીર નજીક ભૂજ-અંજાર-ભચાઉ ત્રણ રસ્તા પાસેથી એમ્બ્યુલન્સની આડમાં ગાંધીધામથી નલિયા પહોચવા માટે નીકળેલા ચાર લોકોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણએ પોલીસ મથકની ટુકડી લોકડાઉનના અમલ માટે બંદોબસ્તમાં હતી ત્યારે શેખપીર ત્રણ રસ્તા ખાતે અંજાર તરફથી આવી રહેલી જી જે-12 વાય-3145 નંબરની એમ્બ્યુલન્સને રોકીને તેની તપાસ કરાતાં આ વાહન મારફતે પ્રવાસીઓની ગેરકાયદે હેરફેર થતી હોવાનું બહાર આવ્યું હતું.
સરકારી ગાડીનો દુરૂપયોગ કરતાં ચાર આરોપી ઝડપાયા - ભૂજ પોલીસ ન્યૂઝ
કચ્છના ભૂજ તાલુકાના શેખપીર નજીક ભૂજ-અંજાર-ભચાઉ ત્રણ રસ્તા પાસેથી એમ્બ્યુલન્સની આડમાં ગાંધીધામથી નલિયા પહોચવા માટે નીકળેલા ચાર લોકોને પોલીસે પકડી પાડ્યા હતા અને તેની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એમ્બ્યુલન્સના ચાલક મૂળ સામખિયાળીના ખોડા ડાયા કોળી ઉપરાંત નલિયાના યોગેશ્વરનગરના રહેવાસી અશોક દેવજી મહેશ્વરી, કિશોર દેવજી મહેશ્વરી, પુષ્પા અશોક મહેશ્વરી, પાર્વતી કિશોર મહેશ્વરીને ઝડપી લેવાયા હતા.
આ પાંચેય વ્યક્તિ સામે જાહેરનામાં અને લોકડાઉન ભંગ સહિતની કલમો તળે કાર્યવાહી હાથ ધરાઇ છે. સબ ઇન્સ્પેક્ટર આર.ડી. ઝાલા જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સના ચાલકે ગાંધીધામથી આ ચાર ઉતારુને નલિયા પંહોચાડવા માટે રૂપિયા 3500 ભાડું નક્કી કર્યાનું પણ તેઓની પૂછતાછમાં બહાર આવ્યું હતું.
ઉલ્લેખનીય છે , લોકડાઉનની જાહેરત બાદ કચ્છ સુધી પહોંચવામાં અને કચ્છથી બહારમાં આ રીતે એમ્બ્યુલન્સનો ગેરકાયદે ઉપયોગ થયો હતો. જો કે પાછળથી પોલીસે કડકાઈ વધારી હતી.