ભુજમાં કવિ હદયના અટલજીને કાવ્યાંજલિ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરે દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ વડે કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. પુષ્પદાન ગઢવી, તારાચંદ છેડા ,લતાબેન સોલંકી, કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ વડાપ્રધાન અટલજીને ભૂજમાં કાવ્યાંજલિ દ્વારા કરાયા - Former Prime Minister Atalji was remembered by a poet convention in Bhuj
કચ્છ: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે સુશાસન દિનની ઉજવણી માટે યુવા સાંસદ વિનોદ ચાવડા અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજમાં કવિ હદયના અટલજીને કાવ્યાંજલિ વડે યાદ કરાયા હતા.

કચ્છ
કચ્છના ભૂકંપ સમયે કચ્છના વિકાસમાં તેમજ તેને ઉભું કરવા સાથે ટેક્સ હોલીડે સહિતના પગલાં ભરનાર પૂર્વ વડાપ્રધાનને યાદ કરીને કચ્છના કવિઓ જયંતિ જોશી, પબુદાન ગઢવી, પુષ્પ કૃષ્ણકાંત ભાટીયા ,કાન્ત જયંતિ, ગોર જખ્મી અને લાલજી મેવાડાએ કવિતાઓ વડે અટલજીને યાદ કરીને તેમને અંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રસિકજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભુજમાં કાવ્યાંજલિ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલજીને યાદ કર્યા