- દિનેશ ગુપ્તાનું CHA (કસ્ટમ હાઉસ એજન્ટ) તરીકેનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું
- કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગપતિ દિનેશ ગુપ્તાને પણ આગામી દિવસોમાં હાજર થવા ફરમાન આપ્યું
- ઇન્વેસ્ટિગેશન બાદ ગુપ્તાની કંપનીએ આયાત-નિકાસની પ્રક્રિયામાં ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું
આ પણ વાંચોઃદિલ્હી કસ્ટમ વિભાગએ IGI એરપોર્ટ પર 32 લાખના સોનાની દાણચોરી કરનારા 3 પ્રવાસીઓની ધરપકડ કરી
કચ્છઃ કસ્ટમ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, ચેમ્બરનાં પૂર્વ પ્રમુખ દિનેશ ગુપ્તાની રિશી કિરણ લોજીસ્ટિક કંપની પ્રતિબંધિત એવા ઇથાઇલ આલ્કોહોલનું એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં આ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં ઇન્વેસ્ટિગેશન બાદ ગુપ્તાની કંપનીએ આયાત-નિકાસની પ્રક્રિયામાં ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે તેમનું CHA તરીકેનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવતા કંડલા-ગાંધીધામ સંકુલનાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગપતિ દિનેશ ગુપ્તાને પણ આગામી દિવસોમાં હાજર થવા ફરમાન આપ્યું છે.