- પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાલીની ટ્રેનમાં કરાઈ હતી હત્યાં
- હત્યાના સાક્ષીની રેકી કરવાના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
- પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત 4 આરોપીઓ નિર્દોષ જાહેર
કચ્છઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી ( Former MLA Jayanti Bhanushali )ની ટ્રેનમાં હત્યા ( murder ) થઈ હતી. વર્ષ 2019ની 8 જાન્યુઆરીની રાત્રે ચાલુ ટ્રેનમાં તેમની હત્યા થઈ હતી. જેમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ( Former MLA Chhabil Patel )નું નામ બહાર આવ્યું હતું. ત્યારે આ હત્યા કેસના સાક્ષી પવન મોરેની રેકી કરતા લોકો સામે કેસ નોંધાયો હતો. જે મામલે ઝડપાયેલા ચાર આરોપીને આજે મંગળવારે કોર્ટે નિર્દોષ ઠેરવ્યાં છે.
પવન મોરે નામનો વ્યક્તિ આ હત્યાકેસનો એકમાત્ર સાક્ષી
પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની ટ્રેનમાં હત્યા થઈ હતી. તે સમયે તેની સાથે ટ્રેનમાં પ્રવાસ કરતા પવન મોરે નામનો વ્યક્તિ આ હત્યાકેસનો એકમાત્ર સાક્ષી હતો. જેથી છબીલ પટેલ, રસિક પટેલ, પીયૂષ વાસાણી, કોમેશ પોકાર દ્વારા ગાંધીધામ જઈ પવનની રેકી કરવામાં આવી રહી છે તેવો કેસ ગાંધીધામ કોર્ટમાં ચાલતો હતો.