- નવ પ્રધાનમંડળમાં સ્થાન ન મળેલા પૂર્વ રાજ્યપ્રધાને મોદીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી
- પ્રવાસન રાજયપ્રધાન વાસણ ભાઈ આહિરે અંજારમાં ઉજવણીના ક્રયક્રમમાં હાજરી આપી
- ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ પૂર્વ રાજયપ્રધાનના હસ્તે કરાયું
કચ્છ: ચ્છ જિલ્લામાં પણ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ વિવિધ 17 સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો, ત્યારે આજ રોજ અંજાર ખાતે “ગરીબોના બેલી" કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઇ આહિરના હસ્તે આપવામાં આવ્યો હતો.
પૂર્વ રાજયપ્રધાન વાસણ આહિરે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તેના ઉજવણીમાં લીધો ભાગ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન તરીકે નીમવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન તરીકે નીમવામાં આવ્યા હતા અને તેમના દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નવા મુખ્યપ્રધાનના નવા પ્રધાનમંડળમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યું હતું અને અનેક વરિષ્ઠ ધારાસભ્યોના નામની અટકળો વહેતી થઈ હતી.
પૂર્વ રાજયપ્રધાન વાસણ આહિરે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તેના ઉજવણીમાં લીધો ભાગ વાસણભાઇ આહિર સહિત અનેક ધારાસભ્યો નારાજ થયા
જેમાં કચ્છ જિલ્લાના અંજાર મતવિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઈ આહિરનું નો રીપીટ થિયરીમાં પત્તુ કપાયું હતું અને વાસણભાઇ આહિર સહિત અનેક ધારાસભ્યો નારાજ થયા હતા, પરંતુ આજે પૂર્વ રાજ્યપ્રધાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઠેર-ઠેર કાર્યક્રમોમાં હાજરી આપીને ઉજવણીમાં ભાગ લીધો હતો.
ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ પૂર્વ રાજયપ્રધાનના હસ્તે કરાયું
આ ઉપરાંત આજ રોજ અંજાર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં PM-CARES અંતર્ગત પ્રતિસ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ ભૂતપુર્વ રાજયપ્રધાન અને અંજાર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય વાસણભાઇ આહિરના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ ઓક્સિજન પ્લાન્ટ સ્થાનિક લોકોને કોવિડ અને અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત કરી શકશે તેમજ દર્દીઓ માટે સંજીવની રૂપે મદદગાર નીવડશે.
પૂર્વ રાજયપ્રધાન વાસણ આહિરે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તેના ઉજવણીમાં લીધો ભાગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ભૂતપૂર્વ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન વરિષ્ઠ રાજયપ્રધાન વાસણભાઈ આહિરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર અને ફેસબુક પર પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
પૂર્વ રાજયપ્રધાન વાસણ આહિરે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તેના ઉજવણીમાં લીધો ભાગ