ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં ચાર BSF જવાન કોરોના પોઝિટિવ, કચ્છમાં હાલ 20 કેસ એક્ટીવ - fore bsf Soldier found corona positive in bhuj

કચ્છમાં કોરોના કહેર યથાવત છે, ત્યારે ભુજમાં BSF કેમ્પના ચાર જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  છેલ્લા 24 કલાકમાં કુલ 74 શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી 30 શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધી કુલ 119 પોઝિટિવ કેસ નોંધાયા છે.ત્યારે હાલમાં કચ્છમાં 20 એક્ટીવ કેસ છે.

ભુજમાં ચાર BSF જવાન કોરોના પોઝિટિવ મળ્યા
ભુજમાં ચાર BSF જવાન કોરોના પોઝિટિવ મળ્યા

By

Published : Jun 23, 2020, 7:28 PM IST

ભુજ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કેસની સંખ્યા કચ્છ જિલ્લામાં સતત્ત વધી રહી છે. જિલ્લા મેજીસ્ટ્રેટ, કલેક્ટર અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ હાલમાં કુલ 9 કન્ટેન્મેન્ટ ઝોનમાં 670 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.

કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલા લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે અંગેની માહિતીમાં જાણવા મળ્યું કે, હાલમાં 1321 જેટલા લોકો સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં 9567 લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 454 લોકોને સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

અત્યાર સુધી 851 વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલમાં હાલ 24 દર્દી દાખલ છે અને અત્યાર સુધીમાં કુલ 293 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ જવાનને પણ મંગળવારે આદિપુર ખાતેની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details