- આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા કલેક્ટર દ્વારા આદેશ
- મામલતદાર, PI, ભૂજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અન્ય સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
- ફળના ભાવ બાંધણા મુજબ પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી
ભૂજના પ્રમુખસ્વામીનગર વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું - Kutch latest news
ભૂજમાં 12મી મે સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. ત્યારે તેનુ પાલન થાય છે કે નહિ તે માટે પ્રમુખસ્વામીનગર વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.
કચ્છ : ભૂજમાં 12મી મે સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. તેને લઈને અમુક વેપારીઓમાં કચવાટ છે. પરંતુ તે વચ્ચે ભૂજમાં ખાસ કરીને પ્રમુખ સ્વામી નગર વિસ્તારોમાં જાહેરનામાનું પાલન થાય છે કે કેમ, તેની ચકાસણી માટે મામલતદાર, PI, ભૂજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અન્ય સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મીની લોકડાઉનના પાલન સંદર્ભે પેટ્રોલિંગ કરી ચેકિંગ કરાયું હતું.
આ પણ વાંચો : મોરબીમાં મીની લોકડાઉનની અમલવારી કરાવવા જિલ્લા SP દ્વારા ફૂટ પેટ્રોલિંગ