ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ટ્રકચાલકો માટે ફૂડ કીટનું વિતરણ શરૂ કરાયું - કોરોના વાઈરસ ન્યૂજ

કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા ચેકપોસ્ટ પર ટ્રક ડ્રાઈવર અને ક્લીનર માટે ચેકપોસ્ટ પર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિમાં હોટલો બંધ હોવાથી તે લોકોને ભોજનની સમસ્યા થઈ રહી હતી.

kutch news
kutch news

By

Published : Apr 12, 2020, 7:42 PM IST

ભૂજઃ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા લોક ડાઉન દરમિયાન જીવન જરૂરી વસ્તુઓ તેમજ અન્ય પરિવહન સાથે સંકળાયેલા ટ્રક ડ્રાઇવર ક્લીનરો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. લોકડાઉન દરમિયાન હાઇવે હોટલો બંધ હોવાના કારણે પરિવહન દરમિયાન જમવાની તકલીફ દુર કરવા માટે કચ્છના પ્રવેશદ્વાર પાસે રાહત કેમ્પ શરૂ કરાયો છે.

સંસ્થાના પ્રમુખ નવઘણ ભાઈ વી.આહીરના માર્ગદર્શન હેઠળ અને લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે અમલ થાય તે બાબતને ધ્યાનમાં રાખી ફૂડ પેકેટ તથા છાશનું વિતરણ સામખિયાળી ચેક પોસ્ટ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ વિતરણ વ્યવસ્થા જ્યાં સુધી લોકડાઉન રહશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

આ વ્યવસ્થાને લઈને આવા પરિવહન સાથે સંકળાયેલા ડ્રાઇવર ક્લીનર ભાઈઓએ ખુશી વ્યક્ત કરી હતી. ખાસ કરીને વિવિધ જગ્યાએ માલસામાનના પરીવહન સમેય હાઈવે હોટલો બંધ હોવાથી ભોજન સહિતના પ્રશ્નોથી ટ્રકચાલકો પરેશાની ભોગવી રહ્યા હતા.આ વ્યવસ્થા શરૂ થતાં તેમાંથી ચાલકોને રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details