ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં 'આહાર એ જ ઔષધ'નો કાર્યક્રમ યોજાયો

ભુજમાં 26 જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભુજ કાર્નિવલમાં 'આહાર એ જ ઔષધ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રતન વીર નેચર કેર સેન્ટરના શૈલેષ ચતુર્વેદી અને ડૉ. રસીલાબેન પટેલે લોકોને જીવનમાં આહારનું મહત્વ સમજાવ્યું હતું.

'food is medicine' program organized in bhuj
ભુજમાં 'આહાર એ જ ઔષધ'નો કાર્યક્રમ યોજાયો

By

Published : Jan 25, 2020, 3:52 PM IST

કચ્છઃ ભુજ નગરપાલિકા દ્વારા ચાલી રહેલી પ્રજાસત્તાક દિન 2020ની ઉજવણી અંતર્ગત શુભ સંકલ્પ સેવા સંસ્થાના ઉપક્રમે 'આહાર એ જ ઔષધ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રતન વીર નેચર કેર સેન્ટરના શૈલેષ ચતુર્વેદી અને ડોક્ટર રસીલાબેન પટેલ નેચરોથેરાપી(રાજકોટ)એ ઉપસ્થિતો લોકોને માર્ગદર્શન આપ્યું હતું.

ભુજમાં 'આહાર એ જ ઔષધ'નો કાર્યક્રમ યોજાયો

પ્રજાસત્તાક દિનની ઉજવણી શનિવારે ભુજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે 26મી જાન્યુઆરીએ નગરપાલિકા કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવશે. આ ઉપરાંત 26મી જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપમાં મૃત પામેલા લોકોની આત્માને શાંતિ માટે પ્રથના તેમજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે ભુજના હમીરસર તળાવના છતરડી વાળા ભાગમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. સાંજે હમીરસર તળાવના કિનારે દેશભક્તિના ગીતોના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details