- કચ્છમાં ઓક્સિજનની અછત દૂર કરવા ફોકીઆએ 85 લાખના 275 ઓક્સિજન કનસન્ટ્રેટર આપ્યા
- ઓક્સિજન કન્સન્ટ્રેટર વાતાવરણમાં રહેલા વાયુમાંથી નાઈટ્રોજનને છુટો પાડી પ્રાણવાયુમાં ફેરવે છે
- ફોકીઆ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કન્સન્ટ્રેટર આપવાનું આયોજન
કચ્છ:રાજ્ય અને દેશની સાથોસાથ કચ્છમાં પણ કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછત એક મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે, કચ્છમાં હવે ઓક્સિજનની કટોકટી સર્જાય તેવી સ્થિતી નથી. આગળના સમયમાં કચ્છમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે ઉદ્યોગ, સરકારી વિભાગ દ્રારા મદદ માટે પહેલ કરાઇ છે. જે અતર્ગત, વિવિધ ઓદ્યોગીક એકમોએ ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિદ્યા માટે લાખો રૂપીયાની મદદ કરી છે. જેથી, કદાચ હવે ઓક્સિજનની અછત કચ્છમાં ભુતકાળ બની રહેશે.
આ પણ વાંચો:મુન્દ્રા પોર્ટથી 140 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન રેલ માર્ગે દિલ્હી મોકલાયું
વાયુમાંથી નાઈટ્રોજનને છુટો પાડી તેને પ્રાણવાયુમાં ફેરવે છે
કચ્છના ઉદ્યોગીક સંગઠન ફોકીઆ દ્વારા વિવિધ ઉદ્યોગો અને સામાજિક અગ્રણીઓની મદદ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કન્સન્ટ્રેટર આપવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર વાતાવરણમાં રહેલા વાયુમાંથી નાઈટ્રોજનને છુટો પાડી તેને પ્રાણવાયુમાં ફેરવે છે. તેના ઓક્સિજન ફલૉરેટ૨થી 9 લિટર પ્રતિ મિનિટ એડજેસ્ટ કરી શકાય છે.
ફોકીઆને ઉપકરણો ડોનેટ કરવા માટે અપીલ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બાબતે રાજ્યપ્રધાન વાસણ આહિર, સંસાદસભ્ય વિનોદ ચાવડા તેમજ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલના માધ્યમથી ફોકીઆને ઉપકરણો ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.