કચ્છઃ જિલ્લાના વાગડ વિસ્તારમાં ઘાસચારાની અછત ના ઉભી થાય તે માટે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહૂલ જોશીના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા વિકાસ અધિકારી ડી.જે ચાવડાના વડપણ હેઠળ રાપર તાલુકામાં હાલ છ ગામોએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રયત્નોથી રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા રાપર તાલુકાના સુવઈ, રવ, ત્રંબૌ સોનલવા, ખેંગારપર થોરીયારી સહિતના ગામોએ કુલ આઠ લાખના ખર્ચે જુદા-જુદા પ્રકારના ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.
આત્મનિર્ભર-સ્વાવલંબિત કચ્છઃ રાપરમાં મનરેગા યોજના હેઠળ છ ગામોમાં 30 એકરમાં ઘાસચારાનું વાવેતર - Fodder cultivation in 30 acres through MGNREGA scheme in Kutch
કોરોના મહારમારી વચ્ચે આત્મનિર્ભરતના દેશનો સંકલ્પ ખુબ આગળ વધી રહયો છે. ત્યારે સરહદી અને સુકા કચ્છમાં આત્મનિર્ભર થવા અને સ્વાંવલંબન માટે ઘાસચારાનું વાવેતર શરૂ થયું છે. મનરેગા યોજના હેઠળ રાપર તાલુકાના છ ગામોમાં 30 એકરમાં ઘાસચારાનું વાવેતર કરાઈ રહ્યું છે. જે આગામી સમયમાં અછત સહિતના સમયે ખુબ ઉપયોગી બની રહેશે.

આત્મનિર્ભર-સ્વાવલંબિત કચ્છઃ રાપરમાં મનરેગા યોજના હેઠળ છ ગામોમાં 30 એકરમાં ઘાસચારાનું વાવેતર
રાપર તાલુકા વિકાસ અધિકારી ડી.જે ચાવડાએ જણાવ્યું કે, નારેગા યોજના હેઠળ રાપર તાલુકાના ઉપરોક્ત ગામોએ દરેક ગામમાં પાંચ એકરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવેલ છે. જે ઘાસચારાનું આગામી સમયમાં અછત ઉભી થાય ત્યારે આ ઘાસચારો અબોલ પશુઓ માટે ઘાસચારો ઉપયોગી થશે. ઘાસચારાનું ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવશે.
આત્મનિર્ભર-સ્વાવલંબિત કચ્છઃ રાપરમાં મનરેગા યોજના હેઠળ છ ગામોમાં 30 એકરમાં ઘાસચારાનું વાવેતર